Not Set/ સરકારી અને ખાનગી ઓફિસોમાં રસીકરણને મંજૂરી, આ દિવસથી પ્રારંભ થઈ શકે છે

કેન્દ્ર સરકારે કોરોના રસીકરણની ગતિ વધારવા માટે સરકારી અને ખાનગી કચેરીઓમાં રસીકરણ કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

Top Stories India
health 15 સરકારી અને ખાનગી ઓફિસોમાં રસીકરણને મંજૂરી, આ દિવસથી પ્રારંભ થઈ શકે છે

ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે અકસીર ઈલાજ ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ સાથે કોરોના રસીકરણ પણ એટલું જ જરૂરી છે.  કેન્દ્ર સરકારે કોરોના રસીકરણની ગતિ વધારવા માટે સરકારી અને ખાનગી કચેરીઓમાં રસીકરણ કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જો સરકારી અથવા ખાનગી કચેરીમાં 100 થી વધુ લોકો 45 વર્ષથી વધુ વયના હોય, તો ત્યાં કેન્દ્ર બનાવીને રસીકરણ કરાવી શકાય છે. નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલની ટીમ જે તે ઓફિસમાં આવી આ કાર્ય હાથ ધરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માટે માર્ગદર્શિકા જારી કરી છે.

Coronavirus vaccine: How much it costs, who'll get it first and other FAQs | Business Standard News

રાજ્યોના અધિક મુખ્ય સચિવો અને મુખ્ય સચિવ (આરોગ્ય) ને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે રાજ્યોમાં રસીકરણ વધારવા માટે 11 એપ્રિલથી સરકારી અને ખાનગી કચેરીઓમાં કેન્દ્રો શરૂ કરવા નિર્દેશ આપ્યા છે. આ સાથે પત્ર સાથે એક વિગતવાર માર્ગદર્શિકા પણ મોકલવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે સરકારી અને ખાનગી ઓફિસમાં જ કોરોના રસી કેન્દ્રની સ્થાપના કરી શકાય છે, જો ત્યાં ઓછામાં ઓછા 100 કર્મચારીઓ રસી લેવા યોગ્ય હોય. એટલે કે, તેની ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઈએ અને જે તે ઓફિસમાં કાર્યરત હોવા જોઈએ.

Why emergency COVID-vaccine approvals pose a dilemma for scientists

કોઈ પણ બહારના લોકોને રસી આપવાની મંજૂરી નથી

સામાન્ય રીતે 45-59 વર્ષની વય જૂથના લોકો તેમાં રસી લેશે, પરંતુ ઘણી ઓફિસમાં 65 વર્ષ સુધીના લોકો પણ કાર્યરત હોય છે. તેથી જે કર્મચારી ત્યાં છે તેને રસી આપી શકાય છે. આવા કેન્દ્રોમાં પરિવારના સભ્યો અથવા બહારના સ્ટાફને રસી આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતાવાળી ટાસ્ક ફોર્સ અથવા શહેરી સંસ્થાઓના વડા આવા કેન્દ્રોને મંજૂરી આપશે.

Moderna's Covid-19 Vaccine, Explained - The New York Times

મંજૂરી માટેની શરત

સંબંધિત કચેરીએ નોડલ અધિકારીની પણ નિમણૂક કરવાની રહેશે જે નોંધણી અને અન્ય આવશ્યક સુવિધાઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે. તે કેન્દ્રની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો તે ઓફિસના 50 લોકો પહેલેથી જ નોંધણી કરાવે છે. કેન્દ્ર સ્થાપવાની તૈયારી 15 દિવસ અગાઉથી કરવાની રહેશે. સરકારી કે ખાનગી કચેરીઓમાં ચાલતા આ કેન્દ્રો નજીકની હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર સાથે જોડાયેલા હશે અને ત્યાંથી રસીકરણ ની ટીમ પણ આવશે. બાકીની સેવાઓ પણ નજીકની આ હોસ્પિટલમાંથી પૂરી પાડવામાં આવશે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે રસીકરણના અન્ય તમામ નિયમો સમાન રહેશે જે અન્ય કેન્દ્રો પર લાગુ છે.