Gujarat/ ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

ગત રાત્રે નેશનલ હાઇવે પરથી કતલ ખાને લઇ જવાતી ગાયો ભરેલ ટ્રક રાજકોટ તરફ જઇ રહ્યો હતો.

Gujarat Others
PICTURE 4 72 ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ

ગત રાત્રે નેશનલ હાઇવે પરથી કતલ ખાને લઇ જવાતી ગાયો ભરેલા ટ્રક રાજકોટ તરફ જઇ રહ્યો હતો. બાતમી મળતા ગોંડલનાં ગૌરક્ષક ગોપાલભાઇ ટોળીયાને મળતા ચોરડી ગામ પાસે વોચ ગોઠવી ત્યાંથી ગાયો ભરેલા ટ્રક પસાર થતા જ ઉભી રખાઇ હતી.

ગોપાલભાઈ ટોળીયા, મુકેશભાઈ ભાલાળા, ભુપતભાઈ બતાળા, વિસાલભાઈ  પુરોહીત, સહીતનાં ગૌ સેવકોએ ટ્રકનો પીછો કરી ગોંડલ આશાપુરા ચોકડી પાસે ગાયો ભરેલી ટ્રકને રોકી તપાસ કરી હતી. તેમા આઠ ગાયો અને બે વાછરડા હોવાનું જણાતા, તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા તે દોડી આવી હતી અને ટ્રકનો કબ્જો મેળવી ગૌવંશને મુકત કરાવી ગૌશાળામાં મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા  ટ્રક માં રહેલા ગૌવંશ માણાવદરથી ભરૂચ મોકલી રહ્યાનું જણાવેલ હતું. બનાવ અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

Election / રાજેન્દ્ર ત્રિવેદીને વોર્ડ પ્રભારી બનાવાતા વિવાદ

કૃષિ આંદોલન / ચક્કાજામ કરવા રસ્તે ઉતરેલા ખેડૂતો પર પોલીસે કરી કાર્યવાહી

Covid-19 / રાજ્યની જનતા હવે કોરોનાને કહેવા લાગી છે બાય-બાય, છેલ્લા 24 કલાકનાં આંકડા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો