Loksabha Election 2024/ નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે ભવ્ય જીત મેળવી છે…….

Top Stories Gujarat Breaking News
Image 2024 06 04T200755.843 નવસારીમાં સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

Navsari: નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે ભવ્ય જીત મેળવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખની સામે કોંગ્રેસે નૈષધ દેસાઇને મેદાને ઉતાર્યા હતા.

નવસારી લોકસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે. છેલ્લી 3 ટર્મથી ભાજપનું જ શાસન રહ્યું છે. 2019માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે(ચંદ્રકાંત રઘુનાથ પાટીલ) નવસારીમાં ભવ્ય જીત મેળવી હતી અને દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બન્યા હતા. હવે આ વખતે 2024 ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સી આર પાટિલ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. 2024ના પરિણામો મુજબ પાટીલને  1031065 મતો મળ્યા છે. સાથે સૌથી વધુ મત મેળવનાર સાંસદ બન્યા છે. મહત્વનું છે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

સી.આર. પાટીલે 76 હજારથી વધુ વોટના માર્જિનથી મોટી જીત મેળવી છે. વર્ષ 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સતત વધુ મતો મળ્યા છે.  2019ની ચૂંટણીમાં નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલે 6,89,688 મતોથી ભવ્ય જીત મેળવી હતી.

નવસારીમાં 2024 માં 57.36 ટકા મતદાન

લોકસભા ચૂંટણી 2009 માં 47 ટકા મતદાન થયું હતુ.  2014 માં 66 ટકા મતદાન અને 2019માં 66 ટકા મતદાન નોંધાયું હતુંં. તો હવે આ વખતે 2024 માં 57.36 ટકા મતદાન નોંધાયું હતુ. છેલ્લી 2 ટર્મ કરતાં આ વર્ષે ઓછું મતદાન થયું હતું. તેમ છતાં પાટિલનો ભવ્ય વિજય થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં