Not Set/ #Cricket/ Ind VS Nz – ગુપ્ટિલ-ટેલરની ધમાકેદાર ઇનિંગ્સનાં આધારે ભારતને મળ્યું 274 રનનું લક્ષ્યાંક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચ ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાઇ રહી છે. આ અગાઉ હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. જ્યાં ભારત આ વનડે મેચ જીતીને શ્રેણીમાં પાછા ફરવા માંગશે. બીજી બાજુ, યજમાનોનું લક્ષ્ય તેમના વનડે ઇતિહાસની 350 […]

Uncategorized
ind vs nz1 #Cricket/ Ind VS Nz – ગુપ્ટિલ-ટેલરની ધમાકેદાર ઇનિંગ્સનાં આધારે ભારતને મળ્યું 274 રનનું લક્ષ્યાંક

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચ ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાઇ રહી છે. આ અગાઉ હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. જ્યાં ભારત આ વનડે મેચ જીતીને શ્રેણીમાં પાછા ફરવા માંગશે. બીજી બાજુ, યજમાનોનું લક્ષ્ય તેમના વનડે ઇતિહાસની 350 મી મેચ જીતવી અને શ્રેણીને પોતાના નામે કરવાની છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની ઓકલેન્ડમાં રમાઈ રહેલ બીજી વનડેમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝિલેન્ડના નિયમિત કેપ્ટન કેન વિલિયમસન ઈજાગ્રસ્ત છે અને તેણે તે મેચમાં પ્રવેશ નથી કર્યો. તેની જગ્યાએ રોસ ટેલર કેપ્ટનશીપ કરી રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડ દ્વારા ગુપ્ટિલ-ટેલરની ધમાકેદાર ઇનિંગ્સનાં આધારે ભારતને જીતવા માટે 274 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે, પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે બીજી મેચમાં ભારત સામે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 273 રન બનાવ્યા હતા. આ માચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. નવદીપ સૈનીને મોહમ્મદ શમીને બદલવાની તક આપવામાં આવી છે, ચહલને આરામ આપવામાં આવ્યો છે અને કુલદીપ યાદવને શામેલ કરવામાં આવ્યો છે. આ મેચથી ન્યુઝીલેન્ડની કાઇલી જેમીસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમાઇ રહી રહી છે અને ન્યુઝીલેન્ડ આ મેચમાં પોતાની 350મી જીતને હાસલ કરવા મેદાનમાં ઉતર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.