Not Set/ વર્લ્ડ રેકોર્ડ બનાવનરા ક્રિકેટર પ્રણવ સાથે પોલીસે કરી ગેરવર્તુણૂંક

મુંબઇઃવર્લ્ડ રેકૉર્ડ ધરાવનાર ક્રિકેટર પ્રણવ ધનવડે સાથે મુંબઇ પોલીસે મારપીટ કરી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ પોલીસે ફક્ત પ્રણવ સાથે જ નહિ પણ તેના પિતા સાથે પણ અભદ્રતા ભરેલો વ્યવહાર કર્યો હતો. પ્રણવ શનિવારે સાંજે ભાંતિ કલ્યાણના સુભાષ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે સબ ઇન્સપેક્ટર કદમ અને એક અન્ય પોલીસ કર્મચારીએ તેને […]

India Sports

મુંબઇઃવર્લ્ડ રેકૉર્ડ ધરાવનાર ક્રિકેટર પ્રણવ ધનવડે સાથે મુંબઇ પોલીસે મારપીટ કરી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ પોલીસે ફક્ત પ્રણવ સાથે જ નહિ પણ તેના પિતા સાથે પણ અભદ્રતા ભરેલો વ્યવહાર કર્યો હતો.

પ્રણવ શનિવારે સાંજે ભાંતિ કલ્યાણના સુભાષ મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે સબ ઇન્સપેક્ટર કદમ અને એક અન્ય પોલીસ કર્મચારીએ તેને મેદાન છોડવા માટે કહ્યું હતું. તેના પર પ્રણવ મુખર્જીએ તેને કહ્યું કે, તે થોડીવાર પ્રેક્ટિસ કરીને ત્યાંથી ચાલ્યો જવાનું કહ્યું હતું. પરંતુ પોલીસને ના સાંભળવું ક્યાં ગમે છે. પોલીસ કર્મચારીએ આના પર પ્રણવને થપ્પડ મરી દીધા હતા.

જ્યારે પ્રણવ સાથે મારપીટ થઇ રહી હતી ત્યારે તેના પિતા પણ મેદાનમાં હાજર હતા. જ્યારે તે પોતાના બાળકને બચાવવા માટે આગળ આવ્યા તો પોલીસ કર્મીઓએ તેની સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો. મામલો અંહી જ નહોતો અટક્યો, પોલીસ પિત-પુત્રને જીપમાં બેસાડીને બાજારપેઠ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં તેમનું સીનિયર ઇન્સપેક્ટર દિલીપ સૂર્યવંશીએ તેમને અપનીત કર્યા હતા.