Ahmedabad/ ક્રાઈમબ્રાંચે દેશી તમંચા સાથે શખ્સની કરી ધરપકડ

ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે એક શખ્સ સરખેજ સાણંદ ચોકડી તરફથી સરખેજ ક્રોસીંગ તરફ ગેરકાયદેસર હથિયાર રાખી તેનો નિકાલ કરવા અથવા અન્ય કારણોથી જઇ રહ્યો છે જેથી ક્રાઈમબ્રાંચે વોચ રાખીને આ શખ્સની ધરપકડ કરી હથિયાર કબ્જે કર્યા છે.

Ahmedabad Gujarat
a 297 ક્રાઈમબ્રાંચે દેશી તમંચા સાથે શખ્સની કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદમાં અવારનવાર ગેરકાયદેસર હથિયાર સાથે શખ્સો ઝડપાતા હોય છે ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે સરખેજ ક્રોસીંગ પાસેથી બાતમીનાં આધારે એક શખ્સની દેશી તમંચા સાથે ધરપકડ કરી છે.મોરબીનાં ઈમરાન સામતાણી નામનાં શખ્સને ઝડપી તેની પાસેથી દેશી તમંચો અને બે જીવતા કારતુસ ક્રાઈમબ્રાંચે કબ્જે કર્યા છે.

ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે એક શખ્સ સરખેજ સાણંદ ચોકડી તરફથી સરખેજ ક્રોસીંગ તરફ ગેરકાયદેસર હથિયાર રાખી તેનો નિકાલ કરવા અથવા અન્ય કારણોથી જઇ રહ્યો છે જેથી ક્રાઈમબ્રાંચે વોચ રાખીને આ શખ્સની ધરપકડ કરી હથિયાર કબ્જે કર્યા છે.

a 296 ક્રાઈમબ્રાંચે દેશી તમંચા સાથે શખ્સની કરી ધરપકડ

હથિયાર સાથે ઝડપાયેલા આરોપીની તપાસમાં સામે આવ્યુ કે આરોપીએ દોઢ વર્ષ પહેલા વિરમગામ આસોપાલવ હોટલ પાસેથી આ હથિયાર 3500 રૂપિયામાં ખરીદ્યુ હતુ,તેમજ આરોપીની વધુ પુછપરછમાં સામે આવ્યુ કે તે વર્ષ 2014માં વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં પતિ-પત્નિના ડબલ મર્ડર કેસમાં ત્રણ વર્ષ સેન્ટ્રલ જેલમાં રહ્યો છે 2017 માં નિર્દોષ છુટ્યો હતો.તેમજ અગાઉ વિરમગામમાં પ્રોહિબિશનના 4 જેટલા ગુનામાં પકડાયેલો છે.. ક્રાઈમબ્રાંચે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR

આ પણ વાંચો : રિવરફ્રન્ટ પર પ્રેમીએ જાહેરમાં જ પ્રેમિકાને ઝીંક્યાં 15 લાફા, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો : મોરબી રવાપર ગ્રામપંચાયતની મિટિંગમાં ગયેલા લોકોને કઢાયા બહાર, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો : દારૂનું કટીંગ કર્યાની શંકાથી પોલીસે યુવાનને ઢોર માર મર્યાનો આક્ષેપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…