Not Set/ લોકડાઉનના કારણે કામ ન મળતા બે અભિનેત્રીએ અપનાવ્યો ગેરમાર્ગ, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

દેશમાં અત્યારે કોરોનાકાળ સમાપ્ત થયો નથી હજી પણ ઘણા રાજ્યમાં કોરોનાનો આતંક યથાવત છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સોથી વધારે કોરોનાનાં કેસો નોંધાતા હતા અને સોથી વધારે મૃત્યુઆંક પણ આ જ રાજ્યની અંદર જોવા મળતું હતું. જેના કારણે ત્યાંની સરકારે ચુસ્ત લોક ડાઉન જાહેર કરીને કોરોનાને નિયંત્રણમાં લેવાની કોશિશ કરતા તેના કારણે અનેક લોકોની રોજગારી ઉપર […]

India
sex racket girl 2 લોકડાઉનના કારણે કામ ન મળતા બે અભિનેત્રીએ અપનાવ્યો ગેરમાર્ગ, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

દેશમાં અત્યારે કોરોનાકાળ સમાપ્ત થયો નથી હજી પણ ઘણા રાજ્યમાં કોરોનાનો આતંક યથાવત છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સોથી વધારે કોરોનાનાં કેસો નોંધાતા હતા અને સોથી વધારે મૃત્યુઆંક પણ આ જ રાજ્યની અંદર જોવા મળતું હતું. જેના કારણે ત્યાંની સરકારે ચુસ્ત લોક ડાઉન જાહેર કરીને કોરોનાને નિયંત્રણમાં લેવાની કોશિશ કરતા તેના કારણે અનેક લોકોની રોજગારી ઉપર મોટો ફટકો પડ્યો છે. ઘણા લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે તો ઘણા લોકોએ પોતાનો વ્યવસાય છોડીને શોર્ટ કર્ટ માં રૂપિયા કમાવવાના ગેરકાયદેસર માર્ગો અપનાવી લીધા છે. મહારાષ્ટ્રમાં પણ બે એક્ટ્રેસ એ કામ ન મળવાને કારણે વેશ્યાં વૃત્તિનો માર્ગ અપનાવી લીધો હતો. જેની ગંધ ક્રાઇમ બ્રાન્ચને આવી જતાં તેમણે બન્ને યુવતીઓની ધરપકડ કરી છે.

 

ક્રાઇમ બ્રાન્ચનાં એક યૂનિટ એકની ટીમે બુધવારે બપોરે થાણેનાં પાચપાખડી વિસ્તારમાં એક ઘરમાં રેડ પાડી સેકસ રેકેટનો પડદાફાર્શ કર્યો હતો આ સમયે બે એકટ્રેસ એક મહિલા એજન્ટ એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. પૂછપરછમાં માલૂમ થયુ કે લોકડાઉનમાં કામ ન મળતાં તેમણે વેશ્યાવૃત્ત્િ।નો ધંધો શરૂ કર્યો હતો.

 

ક્રાઇમબ્રાન્ચનાં અધિકારીએ જણાવ્યું કે, થાણે ક્રાઇમ બ્રાન્ચ યૂનિટ એકની ટીમને મળેલી માહિતીને આધારે છાપેમારી કરવામાં આ વી હતી. અને સેકસ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલી બંને એકટ્રેસ પાસે લોકડાઉનમાં કામ ન હોવાથી પૈસાની તંગી સર્જાઇ હતી તેથી તેમણે આ કામ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને એકટ્રેસ મુંબઇમાં એક મોટા સેકસ રેકેટ એજન્ટનાં સંપર્કમાં હતી. પણ વૈશ્યાવૃતિ માટે તેમણે થાણે વિસ્તાર પસંદ કર્યો કારણ કે તેમને અહીંની પોલીસથી એટલો ડર ન હતો. પણ તેમ છતાં તેઓની ધરપકડ થઇ ગઇ. એક રાતની કિંમત દલાલ ગ્રાહક પાસેથી બે લાખ રૂપિયા લેતા હતાં જયારે મહિલાઓને ૧.૮૦ લાખ રૂપિયા આપતા હતાં.

રેડ દરમિયાન પોલીસે બે એકટ્રેસ સહિત બે મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી વધુ તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.

આ એક હાઇ પ્રોફાઇલ સેકસ રેકેટ છે, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલાં લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે.