Betting Scam/ રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશઃ ક્રાઇમ બ્રાન્ચે હનુમાનગઢીમાં દરોડા પાડ્યા

રાજકોટમાં ક્રિકેટના સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટના સટ્ટાકાંડના સંદર્ભમાં પોલીસે ત્રણ આઇડી સાથે ત્રણ જણાની ધરપકડ કરી છે. તેની સાથે તેમની પાસેથી 11.65 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 01 24T142135.162 રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશઃ ક્રાઇમ બ્રાન્ચે હનુમાનગઢીમાં દરોડા પાડ્યા

રાજકોટઃ રાજકોટમાં ક્રિકેટના સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રિકેટના સટ્ટાકાંડના સંદર્ભમાં પોલીસે ત્રણ આઇડી સાથે ત્રણ જણાની ધરપકડ કરી છે. તેની સાથે તેમની પાસેથી 11.65 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. આરોપીઓ તેમની પાસેની રોકડનો જવાબ આપી શક્યા નથી.

પોલીસને તેમની પાસેથી મળેલી વિગતોમાંથી ક્રિકેટના સટ્ટાના લાખોના વ્યવહારો મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બી ટી ગોહિલની આગેવાની હેઠળના સ્ટાફની કાર્યવાહીથી રાજકોટના ક્રિકેટના સટ્ટાના વર્તુળોમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ કાર્યવાહીમાં શહેરના અનેક નામચીન બુકીના નામ ખૂલ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ બુકીઓની ધરપકડ કરી છે. નિશાંત, ભાવેશ, સુકેતુ નામના બુકીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને દરોડાની કાર્યવાહી દરમિયાન ત્રણેય બુકી પાસેથી બે માસ્ટર આઇડી પણ મળી આવ્યા છે. ચેરી બેક અને મેજીક એક્સ્ચેન્જ નામના માસ્ટર આઇડી મળી આવ્યા છે. માસ્ટરઆઇડીમાંથી પાંચથી સાત કરોડના રોકડના વ્યવહાર ખુલ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ આનાથી ચોંકી ઉઠી છે અને તેણે ઘનિષ્ઠ તપાસ આદરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસની તેમણે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. તેને હજી પણ આગળ વધુ ફણગા ફૂટે તેમ માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ