Not Set/ દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ, બેલ્ટથી ગળુ દબાવીને મારી નાખવાનો કર્યો પ્રયાસ

દિલ્હીના નરેલા વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 26 નવેમ્બરની સાંજે બાળકી ઘરની નજીક રમી રહી હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ત્યાં પહોંચ્યો હતો અને તેણે કોઈ ક બહાને બાળકીને તેની વાતોમાં લાવી દીધી હતી. ત્યાંથી આ વ્યક્તિએ બાળકીને લલચાવી અને નજીકના સુમસામ વિસ્તારમાં લઈ ગયો, જ્યાં તેણે […]

Uncategorized
rape minor દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ, બેલ્ટથી ગળુ દબાવીને મારી નાખવાનો કર્યો પ્રયાસ

દિલ્હીના નરેલા વિસ્તારમાં 9 વર્ષીય બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 26 નવેમ્બરની સાંજે બાળકી ઘરની નજીક રમી રહી હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ત્યાં પહોંચ્યો હતો અને તેણે કોઈ ક બહાને બાળકીને તેની વાતોમાં લાવી દીધી હતી.

ત્યાંથી આ વ્યક્તિએ બાળકીને લલચાવી અને નજીકના સુમસામ વિસ્તારમાં લઈ ગયો, જ્યાં તેણે પહેલા બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પરિવારના જણાવ્યા મુજબ તેણે બાળકીની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીએ તેના બેલ્ટ વડે ગળાને દબાવી બાળકીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને પછી બાળકીને રસ્તાની બાજુમાં ઝાડીમાં ફેંકી દીધી હતી.

તે રસ્તા પરથી પસાર થઇ રહેલ એક યુવકની નજર બાળકી પર પડી અને તેને તરત જ પોલીસને જાણ કરી હતી. આ પછી, પરિવારના સભ્યોને જણાવ્યું હતું. બાળકીને પહેલા નજીકની સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેની તબિયત નબળી હોવાને કારણે આંબેડકર હોસ્પિટલ રિફર કરાઈ હતી.

હાલ બાળકીને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવી છે. નરેલા પોલીસ મથકે તાત્કાલિક આ મામલે પોક્સો અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં આરોપી યુવતી સાથે જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આરોપી સામે તેમના હાથને કેટલીક મહત્વપૂર્ણ ચાવી મળી છે, જેના દ્વારા તેઓ ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.