વડોદરા/ વડોદરાના ગેમ ઝોનના સંચાલકો સામે નોંધાયો ગુનો, લાયસન્સ ના હોવા બદલ કરાઈ કાર્યવાહી

વડોદરાના ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. ગેમઝોન સંચાલકો પાસે લાયસન્સ ના હોવા બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 2024 06 28T123736.169 વડોદરાના ગેમ ઝોનના સંચાલકો સામે નોંધાયો ગુનો, લાયસન્સ ના હોવા બદલ કરાઈ કાર્યવાહી

Vadodara News: વડોદરાના ગેમઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. ગેમઝોન સંચાલકો પાસે લાયસન્સ ના હોવા બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મનોરંજનના એકમો પર ફાયર સેફ્ટી ઉપરાંત અન્ય સુરક્ષાને લઈને સઘન ચેકિંગ હાથ ધરાયું. જેમાં સુરક્ષામાં ચૂક તેમજ મંજૂરી વગર ચાલતા ગેમઝોન એકમો વિરુદ્ધ કડક પગલા લેવામાં આવતા નોટિસ આપવા ઉપરાંત ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કડક પગલા લેવાતા પાલિકા, ફાયર અને કમિટી દ્વારા ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે.

વડોદરામાં ખોડલપાર્ક ગેમઝોન ,સેન્ટ્રલ મોલના ફનપેઝના સંચાલકો સામે ફરિયાદ નોંધાવામાં આવી. જ્યારે સેવન સીઝના કે ઝોનના સંચાલકો સામે પણ ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તમામ ગેમઝોન સંચાલકો સામે લાયસન્સ ના હોવા બદલ ગુનો નોંધાયો. ગેમઝોન, એમ્યુઝમમેન્ટ પાર્કસ, ફન પાર્કસ તથા આનંદ પ્રમોદના વિવિધ સ્થળોએ પર સુરક્ષાને લઈને તંત્ર એકશન મોડ પર છે. રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના ના સર્જાય માટે પાલિકા દ્વારા વધુ ટીમની રચના કરી શહેરમાં વિવિધ એકમોમાં બી.યુ પરમિશન અને ફાયરસેફ્ટીને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

શહેરના ત્રણ ગેમઝોન સંચાલકો સામે લાયસન્સ અને પરવાનગી ના હોવા છતાં બીજાના જીવને જોખમમાં મૂકીને તેમનું એકમ ચાલુ રાખવામાં આવ્યું છે. આ મામલે ખોડલપાર્ક ગેમઝોન ,સેન્ટ્રલ મોલના ફનપેઝના સંચાલકો અને મેનેજર સામે ઈપીકો કલમ 336 તથા જી.પી. એક્ટ કલમ 33(w)131 મુજબ મુજબ ગુનો દાખલ કરાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો