Cricket/ ચેન્નાઇ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ, વાનખેડે સ્ટેડિયમનાં વધુ 3 કર્મીઓ કોરોના પોઝિટિવ

જે સમયની ફેન્સ રાહ જોઇ રહ્યા છે તે હવે નજીક આવી ગયો છે. જી હા, આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. વિશ્વની સૌથી પ્રખ્યાત ટી-20 લીગ આ વખતે ભારતનાં છ શહેરોમાં રમાવાની છે.

Sports
1 103 ચેન્નાઇ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ, વાનખેડે સ્ટેડિયમનાં વધુ 3 કર્મીઓ કોરોના પોઝિટિવ

જે સમયની ફેન્સ રાહ જોઇ રહ્યા છે તે હવે નજીક આવી ગયો છે. જી હા, આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. વિશ્વની સૌથી પ્રખ્યાત ટી-20 લીગ આ વખતે ભારતનાં છ શહેરોમાં રમાવાની છે. આ સિઝનનો પ્રારંભ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની મેચથી ચેન્નઇમાં થશે. સીઝનની બીજી મેચ 10 એપ્રિલનાં રોજ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમનાં 2 વધુ ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટચમાં આવી ગયા છે. આ સિવાય એક પ્લમ્બર પણ કોરોનાની ઝપટમાં આવી ગયો છે.

1 104 ચેન્નાઇ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ, વાનખેડે સ્ટેડિયમનાં વધુ 3 કર્મીઓ કોરોના પોઝિટિવ

Cricket / ફખર જમાનનાં રન આઉટ થયા બાદ ડીકોક પર ભડક્યા અખ્તર, કહ્યુ- આ ખોટુ થઇ રહ્યુ છે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનને હવે બે દિવસ બાકી છે, પરંતુ આ પહેલા વાનખેડે સ્ટેડિયમનાં ત્રણ કર્મીઓ કોરોના પોઝિટિવ થયા હોવાનુ સામે આવ્યુ છે, જેમાં 2 ગ્રાઉન્ડ સ્ટાફ સભ્યોનો સમાવેશ છે. એક સમાચાર એજન્સીએ મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં સૂત્રોનાં હવાલેથી મળતી માહિતીની પુષ્ટિ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે વાનખેડેમાં સલામત રીતે આઇપીએલ યોજવા માટે, ગ્રાઉન્ડસ્ટાફનાં સભ્યો મુસાફરી કરશે નહીં અને તે સ્ટેડિયમમાં જ રહેશે. આ અગાઉ, વાનખેડે સ્ટેડિયમનાં 10 ગ્રાઉન્ડસ્ટાફ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. સુત્રએ વધુમાં જણાવ્યું હતું કે, વાનખેડે સ્ટેડિયમમાં એક ક્લબ હાઉસ છે. આઇપીએલનાં અંત સુધી તમામ ગ્રાઉન્ડ સ્ટાફ તેમાં રહેશે. આપને જણાવી દઈએ કે, વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલની 10 મેચ રમાવાની છે. ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાની ઝપટમાં આવી ગયા હોવાના કારણે તે બીસીસીઆઈ માટે ચિંતાનો વિષય બન્યો છે.

1 105 ચેન્નાઇ અને દિલ્હીની મેચ પર સંકટનાં વાદળ, વાનખેડે સ્ટેડિયમનાં વધુ 3 કર્મીઓ કોરોના પોઝિટિવ

માહી માર રહા હૈ / નેટ્સ પર ધોની લગાવી રહ્યો છે તાબડતોડ છક્કા, વિરોધી ટીમ રહે તૈયાર, જુઓ Video

દેશમાં મહારાષ્ટ્રથી સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. મુંબઇ કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે. કોવિડ-19 નાં ફેલાવાને રોકવા માટે, મહારાષ્ટ્રમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવશે. જો કે રાજ્ય સરકારે પ્રતિબંધ સાથેની મેચ માટે મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન નવાબ મલિકે કહ્યું કે, પ્રતિબંધો સાથેની મેચ માટે મંજૂરી આપવામાં આવી છે. દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જે પણ આઈપીએલમાં ભાગ લેશે તેને આઇસોલેશનમાં એક સ્થાને રહેવું પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ