Scam/ કરોડોનાં કૌભાંડની તાપસમાં દાળમાં કાળું !

કમિશનર જીયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નદીના પટમાં આવેલી અલગ-અલગ જમીનોના બ્લોક બનાવી લીઝ પર આપવામાં આવે છે પરંતુ CJM ના જ એક અધિકારી ના પિતાની કંપનીને બ્લોક લીઝ પર આપવાનું કૌભાંડ સામે આવ્યું છે.અગાઉ છોટા ઉદેપુર અને હાલ દાહોદમાં ફરજ બજાવતા અધિકારી બ્રિજેશ સવાણીના પિતાની કંપની બ્રિજેશ એન્ટરપ્રાઇઝ ને જ્યારે એક સાથે 60 થી […]

Top Stories Gujarat Trending
Mantavya 21 કરોડોનાં કૌભાંડની તાપસમાં દાળમાં કાળું !

કમિશનર જીયોલોજી એન્ડ માઇનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નદીના પટમાં આવેલી અલગ-અલગ જમીનોના બ્લોક બનાવી લીઝ પર આપવામાં આવે છે પરંતુ CJM ના જ એક અધિકારી ના પિતાની કંપનીને બ્લોક લીઝ પર આપવાનું કૌભાંડ સામે આવ્યું છે.અગાઉ છોટા ઉદેપુર અને હાલ દાહોદમાં ફરજ બજાવતા અધિકારી બ્રિજેશ સવાણીના પિતાની કંપની બ્રિજેશ એન્ટરપ્રાઇઝ ને જ્યારે એક સાથે 60 થી વધુ બ્લોકની લાણી કરવામાં આવી છે ત્યારે આ કૌભાંડ મામલે CMO માં પણ અરજી કરાઈ અને 3 મહિના અગાઉ CMO માંથી CJM ડિપાર્ટમેન્ટમાં તપાસના આદેશ પણ સોંપવામાં આવ્યા છે. તેમ છતાં CJM ના અધિકારીઓ CMOના આદેશને ધોળી ને પી ગયા હોય તે પ્રકારનું હાલ ની પરિસ્થિતિ એ લાગી રહ્યું છે.

શું છે સમગ્ર મામલો ??

બ્રિજેશ એન્ટરપ્રાઇઝ નામની કંપની કે જેના માલિક છે ડોક્ટર ભુપતરાય સવાણી અને તેમનો પુત્ર બ્રિજેશ સવાણી જે જી એમ આર ડી એસ માં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે છોટાઉદેપુરમાં ફરજ બજાવતો હતો ત્યારે સી.એમ.ઓ માં થયેલી અરજીમાં ઉલ્લેખ કરાયો છે તે બ્લોકની જ્યારે હરાજી કરવામાં આવે છે ત્યારે CGM ના જ કેટલાક અંદરના માણસો દવારા હરજીના અંતિમ સમયે જેણે સોથી ઉંચી રકમની બીડ કરી હોય તે લીક કરી દેવામાં આવે છે.. બાદમાં સવાણી એન્ટરપ્રાઇઝ ના નામે તેમજ અન્ય 4 અલગ અલગ લોકો દ્વારા અંતિમ સમયે જ વધુ રકમની બીડ ભરી અંતિમ હરાજીમાં તેમના જ 5 લોકો હોય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.

બ્રિજેશ સવાણીની બદલીથી જ માન્યો સંતોષ ?

બ્રિજેશ સવાણી કે જીયોલોજી વિભાગનો એક અધિકારી છે અને તેના જ પિતાની કંપની બ્રિજેશ એન્ટરપ્રાઇઝ ને લીઝ આપવામાં આવે છે સાથે જ સમગ્ર કૌભાંડ મામલે સી.એમ.ઓ ના આદેશ બાદ બ્રિજેશ સવાણીની બદલી છોટાઉદેપુરથી દાહોદ કરવામાં આવે છે. જે મામલે પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે કે તપાસના ભાગરૂપે માત્ર બદલીથી જ શા માટે CJM અધિકારીઓએ સંતોષ માન્યો ?

આરોપીના બદલે ફરિયાદીને બોલાવીને કરાઈ પૂછપરછ

સમગ્ર કૌભાંડની CMO તેમજ જિલ્લા કલેકટરને અરજી કરનાર વ્યક્તિને CJM ના અધિકારી ડી એમ સોલંકીએ 3 ડિસેમ્બરના રોજ બોલાવી પૂછતાછ કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું ડી એમ સોલંકીના ઈશારે કૌભાંડ ચાલી રહ્યું છે એટલા જ માટે આરોપીના બદલે ફરિયાદીને બોલાવીને પુછપરછ કરવામાં આવી.

અરુણ સોલંકી અને ડી એમ સોલંકી શા માટે મૌન ?

સમગ્ર કૌભાંડની જાણ થતા મંતવ્ય ન્યૂઝ જી એમ આર ડી એસ ના અધિકારી અરુણ સોલંકી પાસે પહોંચ્યું હતું પરંતુ અરુણ સોલંકી એ મીડિયા સમક્ષ જવાબ આપવાના બદલે ડીએમ સોલંકીને જવાબ આપવા કહ્યું હતું. 19 ઓક્ટોબર ના રોજ ડી એમ સોલંકી મંતવ્ય ન્યૂઝ સમક્ષ તપાસ ની વાતો કરી હતી. એજ તપાસની વાત બે મહિના બાદ પણ તેમણે ચાલુ રાખી ત્યારે સવાલ એ થાય છે કે શા માટે બે મહિના સુધી તેમણે આરોપીઓ બોલાવીને કોઇ પૂછપરછ હાથ ન ધરી. શું સમગ્ર કૌભાંડના તાર CJM ના અધિકારીઓ સાથે જોડાયેલા છે. એટલા માટે જ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.

સવાણી એન્ટરપ્રાઈઝના બ્લોક પર સાબરમતી નદીના પટમાં બંધાયા 3 બ્રિજ

મંતવ્ય ન્યૂઝની જ્યારે સાબરમતી નદીના પટમાં નવાપુરા ગામ નજીક આવેલ સવાણી એન્ટરપ્રાઈઝના બ્લોક પર પહોંચી ત્યારે ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા સાબરમતી નદી પર ડમ્પર તેમજ જેસીબી મશીન અવર-જવર કરી શકે તે માટે ૩ બ્રિજ બાંધવામાં આવ્યા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બ્રિજ સવાણી દ્વારા બાંધવામાં આવ્યા ત્યારે અહીં સવાલ એ થાય છે કે

– બ્રિજ પરવાનગી લઈને બાંધવામાં આવ્યા છે ?

-શું ડોક્ટર ભુપતરાય સવાણીને લીઝ ની સાથે સાથે બ્રિજ બાંધવાની પરવાનગી મળી છે

– શુ CJM ના અધિકારીઓને આ મામલે માહિતી છે?

– બ્રિજેશ એન્ટરપ્રાઇઝ સામે લેવાશે પગલાં?

– અમદાવાદ જિલ્લા કલેકટરને છે આ બાબતે માહિતી ?

સો કરોડથી વધુના કૌભાંડને લઈને સી.એમ.ઓ સુધી અરજી કરાઈ સીએમઓ એ તપાસના આદેશ પણ આપ્યા પણ શું આ મામલે તપાસ કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો