Covid-19/ દેશી કોરોના 1 કરોડને પાર, વિશ્વમાં 24 કલાકમાં 7.12 નવા લાખ કેસ સાથે 12000 મોત

વિશ્વમાં કોરોનાનો કહેર જૈસે થે સ્થિતિ સાથે વરસી રહ્યો છે. અને પાછલા 24 કલાકમાં વિશ્વભરમાં કુલ કેસનો આંક 7.59 કરોડ પર પહોંચ્યો છે. વિશ્વમાં 24 કલાકમાં નવા 7.12 લાખ કેસ નોંધવામાં આવ્યા છે.

Top Stories World
corona 284 દેશી કોરોના 1 કરોડને પાર, વિશ્વમાં 24 કલાકમાં 7.12 નવા લાખ કેસ સાથે 12000 મોત
  • વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 7.59 કરોડ પર
  • વિશ્વમાં 24 કલાકમાં નવા 7.12 લાખ કેસ
  • અમેરિકામાં નવા 2.51 લાખ કોરોનાનાં કેસ
  • બ્રાઝિલમાં કોરોનાનાં નવા 52 હજાર કેસ
  • યુકેમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 28 હજાર કેસ
  • વિશ્વમાં કોરોનાથી 24 કલાકમાં 12 હજારનાં મોત

વિશ્વમાં કોરોનાનો કહેર જૈસે થે સ્થિતિ સાથે વરસી રહ્યો છે. અને પાછલા 24 કલાકમાં વિશ્વભરમાં કુલ કેસનો આંક 7.59 કરોડ પર પહોંચ્યો છે. વિશ્વમાં 24 કલાકમાં નવા 7.12 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. વિશ્વમાં કોરોનાથી પાછલા 24 કલાકમાં આજે પણ અધધધ 12 હજારનાં મોત નિપજ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. કોરોનાનાં પાછલા 24 કલાકનાં આંકડા જોતાની સાથે જ કોરોનાનાં વિશ્વ વ્યાપી કહેરની કહાની સમજાય જાય તેવી છે.

US CISA and UK NCSC Issue COVID-19 Cybersecurity Threat Update | 2020-04-09 | Security Magazine

અમેરિકામાં નવા 2.51 લાખ કોરોનાનાં કેસ
અમેરિકામાં કોરોનાનો કોહરામ એ હદે વકર્યો છે કે 48 કલાકના ગાળામાં જ પોણા પાંચ લાખ કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અમેરિકામાં કોરોના બદથી બદતર થતો જાય છે. છેલ્લાં 48 કલાકમાં મૃત્યુઆંક 6800થી વધુ નોંધાયો છે. જે અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી વધુ મૃત્યુઆંક છે.
બ્રાઝિલમાં કોરોનાનાં નવા 52 હજાર કેસ
બ્રાઝીલમાં પણ કોરોનાનો હાહાકાર જોવામાં આવી રહ્યો છે.  છેલ્લાં 48 કલાકમાં જ 1 લાખ 35 હજાર નવા કેસ નોંધાયા છે. જે બ્રાઝીલમાં સેકન્ડ વેવ કેટલો ભીષણ છે તેનો અંદાજો આપે છે.યુકેમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 28 હજાર કેસ
ઈટાલી, ફ્રાન્સ બાદ હવે જર્મનીની સ્થિતિ કફોડી બની રહી છે. જર્મનીમાં છેલ્લાં 24 કલાકમાં નવા 31 હજારથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસ અગાઉ પણ 30 હજારથી વધુ કેસ નોંધાયા હતાં. યુકે અને રશિયા બંને રાષ્ટ્રોમાં કોરોનાથી રાહતના કોઈ ત્વરિત સંકેત દેખાઈ રહ્યાં નથી. બંને રાષ્ટ્રોમાં વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ચૂક્યું હોવા છતાં છેલ્લાં 24 કલાકમાં 28-28 હજાર કેસ નોંધાયા છે.

દેશમાં 1 કરોડને પાર કોરોનાનાં કુલ કેસ 

  • નવા 26 હજાર કેસ સામે 29 હજાર દર્દી રિકવર
  • દેશમાં હાલ 3.07 લાખ કોરોનાનાં એકટિવ કેસ
  • દેશમાં કોરોનાથી કુલ 1.45 લાખ લોકોનાં મોત
  • દેશમાં રિકવરી રેટમાં નોંધાયો ઉછાળો
  • ઉત્તરપ્રદેશમાં સર્વાધિક 2.2 કરોડ ટેસ્ટ
  • કેરળ દૈનિક રીતે ફરી પ્રથમ ક્રમાંકે

Facts Vs. Fears: Five Things To Help Weigh Your Coronavirus Risk | Kaiser Health News

ભારતમાં કોરોનાનો કુલ આંક 1 કરોડને પાર થઇ ચૂક્યો છે. પાછલા 24 કલાકમાં નવા 26 હજાર કેસ સામે આવ્યા છે, જ્યારે રાહતના સમાચાર ભારત માટે એ છે કે, નવા કેસની સરખામણીએ 29 હજાર દર્દી રિકવર થયા છે. દેશમાં હાલ 3.07 લાખ કોરોનાનાં એકટિવ કેસ છે. દેશમાં કોરોનાથી કુલ 1.45 લાખ લોકોનાં મોત નિપજ્યા છે. દેશમાં રિકવરી રેટમાં ઉછાળો નોંધાયો છે. દેશમાં હવે ટેસ્ટિંગનો આંકડો 16 કરોડને વટાવી ચૂક્યો છે. સૌથી વધુ ટેસ્ટ ઉત્તરપ્રદેશમાં થયા છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં 2.2 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 5,400 નવા કેસ સાથે કેરળ ફરી એકવાર દેશમાં દૈનિક કેસની રીતે પ્રથમ ક્રમાંકે રહ્યું છે. કેરળમાં કુલ કેસ હવે 7 લાખની નજીક પહોંચ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે માત્ર 3.07 લાખ રહી ગઈ છે. દેશમાં નોંધાયેલાં કુલ કેસની સરખામણીએ એક્ટિવ કેસ રેશિયો હવે માત્ર 3.05 ટકા જેટલો જ રહ્યો છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં રિકવરી 29,900 નોંધાઈ છે. આ સાથે જ દેશમાં કુલ રિકવરી 95.49 લાખ જેટલી નોંધાઈ છે.

સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને લઈને અનેક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મહામારીમાં દુનિયામાં કોઇને કોઈ અમુક રીતે પીડાઈ રહ્યું છે. આ યુદ્ધમાં જરૂરી છે કે સારવાર ખર્ચને સસ્તો કરાય અને કર્ફ્યુ-લોકડાઉન જેવી બાબતોની જાહેરાત એડ્વાન્સમાં કરાય, જેથી લોકો આજીવિકા મેળવી શકે.

Shortages of Masks, Test Kits, Ventilators as Cities Face Coronavirus Threat | 2020-03-27 | Security Magazine

ગુજરાતમાં કોરોનાનો ચિતાર

  • રાજ્યમાં કોરોનાનાં નવા 1075 કેસ
  • 24 કલાકમાં 1155 દર્દી કરાયા રિકવર
  • 24 કલાકમાં 9 દર્દીઓનાં કોરોનાથી મોત
  • રાજ્યમાં હાલ 12,360 એકટિવ કેસ
  • ગુજરાતમાં કુલ 2.33 લાખ કોરોનાનાં કેસ

દિવાળી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો હતો. જે હવે ધીમી ગતિ એ ઘટતો નજર આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના નવા કેસની સંખ્યા 1075 છે. જે સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 233263 પર પહોચી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમાં  આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1155 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 216683 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12360 છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…