દેશભરમાં ચાલી રહેલી ડ્રગ્સની હેરાફેરી વચ્ચે કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી છે. કસ્ટમ વિભાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે સાથે કસ્ટમ વિભાગે 2 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરી છે.
આ પણ વાંચો :પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી ઉડશે, અફઘાનિસ્તાન થી બચવા લેવાયો નિર્ણય
આ મોટી કાર્યવાહી અંગે મળતી માહિતી મુજબ, માતા અને પુત્રીની આ જોડી વિદેશી પર્યટક બનીને મુંબઈ આવી હતી અને આ કાર્યવાહી પછી તેઓએ જણાવ્યું કે, તે અને તેમની પુત્રી ભારતમાં કેન્સરની સારવાર કરાવવા માટે સાઉથ આફ્રિકાના જોહાન્સબર્ગથી કતારના દોહા થતા મુંબઈ આવી છે.
આ પણ વાંચો :આજથી દિલ્હી-ટોરન્ટો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરાઈ
આ ઉપરાંત સામે આવ્યું છે કે, માતા અને પુત્રીએ સૂટકેસની અંદર ખાસ કેવિટી બનાવીને 5 કિલો હેરોઈનને કાળા રંગના પેકેટમાં સાવધાનીથી છુપાવ્યુ હતુ, પરંતુ મુંબઈ એરપોર્ટ પર એમનો ખેલ સામે આવી ગયો હતો, જેમાં કસ્ટમ વિભાગે આ મોટી કાર્યવાહી કરી છે. કસ્ટમ વિભાગની આ કાર્યવાહી બાદ હવે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડી કરી છે.
આપને જણાવી દઈએ કે, દેશભરમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ડ્રગ્સની તસ્કરી કરવામાં આવી રહી છે અને આની સામે તંત્ર દ્વારા પણ માફિયાઓના પ્લાન પર પાણી ફેરવી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો : અમેરિકા માટે રવાના થયા પીએમ મોદી, 24 સપ્ટેમ્બરે થનારી રાષ્ટ્રપતિ બિડેન સાથેની મુલાકાત પર દુનિયાની રહેશે નજર
આ પણ વાંચો :ભાલુને પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો, જીવ બચાવવા કર્યું ફાયરિંગ
આ પણ વાંચો :આજથી દિલ્હી-ટોરન્ટો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરાઈ
