Not Set/ CWG 2018: બેડમિન્ટનની સિંગલ અને મિક્સ ડબલ સ્પર્ધામાં ભારતની જીત

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ 21માં રાષ્ટ્રમંડળ ખેલોના પહેલા દિવસની મિશ્રિત ટીમે સ્પર્ધાના શરૂઆતી રાઉન્ડના એકતરફા મુકાબલામાં શ્રીલંકાને 5-0થી હાર આપી હતી. ભારત માટે એકલ મુકાબલામાં સાઈના નેહવાલ અને કીદાંબી શ્રીકાંતે સરળતાથી જીત દર્શાવી છે. ત્યાં મિશ્રિત યુગલમાં પ્રણવ ચોપડા અને રુથવિકા ગાડેની જોડીને જીતનો સ્વાદ ચાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રણવ અને રુથવિકાએ સચિન ડીયાઝ […]

Sports
commonwealth games badminton team event india beat srilanka five zero srikant saina nehwal1 CWG 2018: બેડમિન્ટનની સિંગલ અને મિક્સ ડબલ સ્પર્ધામાં ભારતની જીત

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ 21માં રાષ્ટ્રમંડળ ખેલોના પહેલા દિવસની મિશ્રિત ટીમે સ્પર્ધાના શરૂઆતી રાઉન્ડના એકતરફા મુકાબલામાં શ્રીલંકાને 5-0થી હાર આપી હતી. ભારત માટે એકલ મુકાબલામાં સાઈના નેહવાલ અને કીદાંબી શ્રીકાંતે સરળતાથી જીત દર્શાવી છે. ત્યાં મિશ્રિત યુગલમાં પ્રણવ ચોપડા અને રુથવિકા ગાડેની જોડીને જીતનો સ્વાદ ચાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રણવ અને રુથવિકાએ સચિન ડીયાઝ અને તીલીન પ્રમોદીકાની શ્રીલંકાઈ જોડીને લગભગ એક કલાકમાં ચાલેલા મુકાબલામાં 21-15, 19-21, 22-20 થી હરાવ્યા હતા. પુરુષ એકલમાં ભારતીય શીર્ષ વરીય શ્રીકાંતે શ્રીલંકાની નીલુકા કરુણારત્નેને સીધી ગેમમાં 21-16, 21-10 થી હરાવ્યા હતા.

પુરુષ યુગલમાં સાત્વિક રન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ જીત સાથે શરૂઆત કરતા દિનુકા કરુણારત્ને અને બુવાનેકા ગુણથેલકાને 21-17, 21-14 થી શિકસ્ત આપી હતી. આ પછી કોર્ટમાં ઉતારી સાઈનાને પણ જીત મેળવવા માટે પરસેવો વહાવવો પડ્યો હતો. તેમને મધુશીકા બેરુઇલાગેને 22 મિનીટ ચાલેલી રમતમાં 21-8, 21-14 થી માત આપી હતી. સાઈનાએ હાલમાં જ રમતમાંથી હટવાની ધમકી આપી હતી. તેમને કહ્યું હતું કે જો ખેલ ગામમાં તેમના પિતા હરવીર સિંહને રહેવાની જગ્યા ન આપી તો તેને રમતમાંથી હટવાની ધમકી આપી હતી.

સાઈનાની જીત બાદ જણાવ્યું હતું કે “કોર્ટ અને પરિસ્થિતિથી તાલમેલ બેસાડવું સરળ રહ્યું હતું. રાષ્ટ્રમંડળ ખેલ બધા દેશો માટે ખુબ આગવી ભૂમિકા ભજવે છે અને ભારત માટે અમે સર્વશ્રેષ્ઠ આપવાના પ્રયાસમાં જ લાગ્યા હોઈએ છીએ. હું મારું પૂરું ધ્યાન મારી રમત પર જ આપવા ઈચ્છું છું.” તેમને જણાવ્યું હતું કે ” મને વિશ્વાસ હતો કે હું દમદાર મુકાબલો આપવાની હતી. જયારે તમે ઓછી રેન્કિંગ વાળા પ્લેયર સાથે રમી રહ્યા હોવ છો યારે તમારા પર થોડું વધારે દબાવ હોય છે કારણ કે તમારા પર લોકોની ઉમ્મીદ હોઈ છે.” સ્પર્ધા ભારતની સંભાવનાઓ વિશે પૂછવા પર તેમને જણાવ્યું હતું કે ” મને પૂરો વિશ્વાસ છે કે પૂરી ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે. અમે સેમી-ફાઈનલ અને ફાઈનલ વિશે અત્યારે નથી વિચારી રહ્યા.”