સાયબર ક્રાઈમ/ ભારતમાં સાયબર ક્રાઈમ રેટ વધ્યો, પ્રતિદિવસ દેશભરમાં નોંધાય છે 7,000 ફરિયાદો

ભારતીયો વિવિધ પ્રકારના કૌભાંડોમાં તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવી રહ્યા છે. દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે.

Top Stories India
Beginners guide to 2024 05 24T145012.516 ભારતમાં સાયબર ક્રાઈમ રેટ વધ્યો, પ્રતિદિવસ દેશભરમાં નોંધાય છે 7,000 ફરિયાદો

સાયબર ક્રાઈમ  : ભારતીયો વિવિધ પ્રકારના કૌભાંડોમાં તેમની મહેનતથી કમાયેલા પૈસા ગુમાવી રહ્યા છે. દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર દરરોજ લગભગ 7,000 સાયબર સંબંધિત ફરિયાદો નોંધાય છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેટર સેન્ટર (I4C) જણાવે છે કે આ છેતરપિંડીઓનો મોટો હિસ્સો કંબોડિયા, મ્યાનમાર અને લાઓસમાંથી આવે છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા વધુ એક આંકડા તમને ચોંકાવી દેશે. એક રિપોર્ટ અનુસાર, 2024ના પ્રથમ ચાર મહિનામાં જ ભારતીયોને અલગ-અલગ પ્રકારના સાયબર અપરાધોના કારણે 7061.51 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સાયબર ક્રાઈમમાં થયો વધારો

તમને જાણીને નવાઈ લાગશે કે 2024માં (30 એપ્રિલ સુધી) કુલ 7,40,000 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે 2023માં 1.56 મિલિયન ફરિયાદો, 2022માં 9,66,000 ફરિયાદો, 2021માં 4,52,000 ફરિયાદો, 2020માં 2,57,000 ફરિયાદો અને 2019માં માત્ર 26,049 ફરિયાદો નોંધાઈ હતી. CEOએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં સાયબર ગુનાઓમાં કુલ રૂ. 7,061.51 કરોડનું નુકસાન થયું છે, જેમાંથી “અમે લગભગ 12 ટકા રિકવર કરવામાં સફળ રહ્યા છીએ, જે લગભગ રૂ. 812.72 કરોડ છે”.

છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ જોવા મળ્યા કૌભાંડ
ડિજિટલ ધરપકડ કૌભાંડઃ રૂ. 120.30 કરોડ

ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડઃ રૂ. 1,420.48 કરોડ

રોકાણ કૌભાંડ (કાર્ય આધારિત): રૂ. 222.58 કરોડ

રોમાંસ/ડેટિંગ કૌભાંડઃ રૂ. 13.23 કરોડ

I4Cના CEO રાજેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે આ ગુનાઓમાં ઉપયોગમાં લેવાતી ઘણી વેબ એપ્લિકેશન મેન્ડરિન ભાષામાં લખાયેલી છે. આનાથી ભારતને અસર કરતા સાયબર ગુનાઓમાં ચીન સામેલ હોવાની શક્યતા વધી જાય છે. રસપ્રદ વાત એ છે કે ચીન પણ આવા જ કૌભાંડોનો શિકાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ