Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીની સાથે 20થી 25 નવે.ની વચ્ચે વાવાઝોડું ત્રાટકી શકે, અંબાલાલની આગાહી

ગુજરાતમાં ઠંડી આવી ગઈ હોવાનું વિચારી સ્વેટર કાઢ્યું હોય તો ધ્યાન રાખજો, કારણ કે બીજું તોફાન આવી રહ્યું છે. ચાર દિવસ પછી એટલે કે 20 થી 25 નવેમ્બરે બંગાળની ખાડીમાં બીજું તોફાન આવશે. આ વાવાઝોડું ફરી ગુજરાતનું વાતાવરણ બગાડી શકે છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gujarat Weather: ગુજરાતમાં ઠંડી આવી ગઈ હોવાનું વિચારી સ્વેટર કાઢ્યું હોય તો ધ્યાન રાખજો, કારણ કે બીજું તોફાન આવી રહ્યું છે. ચાર દિવસ પછી એટલે કે 20 થી 25 નવેમ્બરે બંગાળની ખાડીમાં બીજું તોફાન આવશે. આ વાવાઝોડું ફરી ગુજરાતનું વાતાવરણ બગાડી શકે છે.

રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાત્રિનું લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રીની વચ્ચે રહ્યું છે. કેશોદમાં સૌથી ઓછું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 20.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 18 ડિગ્રી, રાજકોટમાં 19.1 ડિગ્રી અને સુરતમાં 23.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહ્યું છે.

લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો સુધી પહોંચ્યું છે. ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું વાતાવરણ લગભગ શુષ્ક છે. પરંતુ હિમાચલ પ્રદેશના ઊંચા પહાડોમાં હળવો વરસાદ શરૂ થયો છે. બે-ત્રણ દિવસ પછી ઉત્તરનો પવન ફૂંકાશે. ત્યારબાદ પંજાબથી લઈને હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સુધી તાપમાન ઘટશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના રૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં અત્યારે ઠંડી પડી રહી છે. પરંતુ અચાનક વાદળો આવવાની સંભાવના છે. કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ઉંડા દબાણને કારણે 20 થી 25 નવેમ્બર વચ્ચે ચક્રવાત સર્જાશે.

અરબી સમુદ્રમાં 19 થી 22 નવેમ્બર દરમિયાન લો પ્રેશર રહેશે. જો લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં પડે, જો તે ગુજરાત તરફ જશે તો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં ચક્રવાતી પવનોનો વિસ્તાર બનવાની સંભાવના છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17 થી 20 નવેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે ગરમીમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

23 નવેમ્બર પછી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા લાવશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું રહેશે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું રહેશે. 23 નવેમ્બર પછી ઉત્તરના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે જેના કારણે ગરમીમાં ઘટાડો થશે. ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી હતી. તેમણે કહ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન અનુકૂળ નથી. આ સાથે માર્ચ અને એપ્રિલ મહિનામાં માવાથાનું આગમન થઈ શકે છે. ડીપ ડિપ્રેશન 20 થી 25 નવેમ્બર સુધી બંગાળની ખાડીમાં ચક્રવાતની રચના કરશે. 19 થી 22 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. અરબી સમુદ્રમાં ચક્રવાતી પવનો બનવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો હવે નીચો જતો પારો, લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોતર ઘટાડો

આ પણ વાંચો: ગુજરાત પર ત્રાટકી શકે વાવાઝોડું અને પડશે હાડ ગાળતી ઠંડીઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો અહેસાસ; અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે