AHMEDABAD NEWS/ ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

બંગાળમાં ત્રાટકેલા રેમલ વાવાઝોડાએ ભારે બરબાદી સર્જી છે. તેની સીધી સર હવે ગુજરાત પણ વર્તાવવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના પહેલા જ સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે જૂનના પહેલા જ સપ્તાહથી વરસાદ શરૂ થઈ જશે.

Top Stories Gandhinagar Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others
Beginners guide to 95 1 ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

Ahmedabad News:  બંગાળમાં ત્રાટકેલા રેમલ વાવાઝોડાએ (Remal cyclone) ભારે બરબાદી સર્જી છે. તેની સીધી સર હવે ગુજરાત પણ વર્તાવવાની છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જૂનના પહેલા જ સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે જૂનના પહેલા જ સપ્તાહથી વરસાદ શરૂ થઈ જશે.

વરસાદનો પ્રારંભ મધ્ય ગુજરાતમાં થશે. તેમા આણંદ, વડોદરા, નડિયાદ સહિતના અનેક વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ જોવા મળી શકે છે. પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચાર જૂન સુધીમાં આખા રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે છે. ચાર જૂન સુધીમાં આખા રાજ્યમાં વરસાદ આવી શકે છે. રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થવાથી ચોમાસુ સારુ રહેશે. રાજ્યમાં સવા મહિના પછી પણ સારો વરસાદ રહેશે.

રેમલ વાવાઝોડાંની અસરના પગલે ભાવનગરના ઘોઘા અને અલંગના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. અલંગ અને ઘોઘાના દરિયામાં કરંટના લીધે મોજા ઊંચે ઉછળ્યા હતા. વાવાઝોડાની અસરના પગલે દરિયામાં 10થી 15 ફૂટ ઊંચા મોજાના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગરમાં વાતાવરણમાં પલ્ટો આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણમાં પલ્ટો આવતા 34 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેમઝોન કાંડનો વધુ એક આરોપી ઝડપાયો, વધુ ખુલાસા થવાની સંભાવના

આ પણ વાંચો: ગરમીથી મળશે રાહત! ‘આ’ તારીખે વરસાદ પડશે

આ પણ વાંચો: અમદાવાદમાં 11 સાયન્સ માટે 9 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ કાર્યક્રમ જાહેર

આ પણ વાંચો: ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર અરજીઓની સંખ્યા પાંચ લાખને વટાવી ગઈ