Not Set/ કોરોનાને લઇ આપેલું રાત્રી કર્ફ્યું ત્રણ દિવસ લંબાવાયુ…

હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત  અનુસાર તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાંઠે ટકરાયું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત્નમાં વિવિધ ભાગમાં ધોધમાર વરસાદ શરુ થયો  છે. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા શરુ થશે 

Gujarat
kachbo 11 કોરોનાને લઇ આપેલું રાત્રી કર્ફ્યું ત્રણ દિવસ લંબાવાયુ...

હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત  અનુસાર તાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાંઠે ટકરાયું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના  વિવિધ ભાગમાં ધોધમાર વરસાદ શરુ થયો  છે. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે કલાકમાં લેંડફોલની પ્રક્રિયા શરુ થશે.

તાઉ -તે વાવાઝોડાને કારણે ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો સ્થાનાંતરિત થયા છે. 18 જિલ્લામાંથી 2 લાખ નાગરિકોને તોફાનને કારણે સલામત સ્થળે મોકલી દેવાયા છે. અમદાવાદ જિલ્લામાંથી 1839 લોકોની સ્થાન્તરિત  કરાયા છે. અમરેલી, ભાવનગર 28334, દ્વારકા 12 હજાર, ગીર 32 હજાર, જૂનાગઢ 24 હજાર, પોરબંદર 25 હજાર અને અન્ય જિલ્લામાંથી કુલ 2 લાખથી વધુ લોકોનું સ્થાંતરણ કરવામ આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા ની સ્થિતિની છેલ્લા માં છેલ્લી પરિસ્થિતિ નો તાગ મેળવવા આજે રાત્રે ગાંધીનગર માં સ્ટેટ કન્ટ્રોલ રૂમ પહોંચીને દરિયા કાંઠા ના જિલ્લાઓ સહિત રાજ્ય ની સ્થિતિ ની સમીક્ષા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ થી કરી હતી.

સંપૂર્ણ પણે લેન્ડ ફોલમાં હજુ 2 કલાક લાગશે. ત્યાર બાદ બીજા 2 કલાક અસર કરશે. રાત્રે 1 વાગ્યા સુધી વાવાઝોડાની અસર ચાલુ રહી શકે છે. પસાર થતી વખતે તેની પાછળ ની પૂછડી ચાલતી હોય છે.  એ 4 કલાક સુધી ની પ્રોસેસ ચાલતી હોય છે.  ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર.. આ 4 જિલ્લા ને ભારે અસર કરશે.  150 કિમિ ની આસપાસ પવન ફૂંકવાની શક્યતા છે.

પોરબંદર, દ્વારકા, રાજકોટ જેવા શહેરો માં 100 કિમિ ઝડપ ની અસર રહેશે.  રાત ના મોડે સુધી બધા અધિકારી ઓ કન્ટ્રોલ માં હાજર રહેશે. જીલ્લામાં  પણ કલેક્ટર , પ્રભરી મંત્રી પણ હાજર રહેશે.

જ્યાં વાવાઝોડુ શરૂ થયું છે ત્યાં ઝાડ પડવા ની શરૂઆત થઈ છે. ઘણી જગ્યાએ લાઈટ બંધ થઈ ગઈ છે. પરંતુ કોઈ કોવિડ હોસ્પિટલમાં કોઈ પ્રોબ્લેમ નથી.

આવતી કાલે સવારે થી કોરોના ને લઇ મુકેલા આંશિક નિયંત્રણની મુદત પૂર્ણ થાય છે. પરંતુ આખું તંત્ર વાવાઝોડા ની કામગીરી માં હોવા થી 3 દિવસ એ નિયંત્રણ ને ચાલુ રાખીએ છીએ. એટલે  રાત્રી  કર્ફ્યું અને અન્ય પ્રતિબંધ આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહેછે. મંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂ  યથાવત રહેશે. દિવસે પણ બજારો બંધ રહેશે. 

૩૬ શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે પણ તા. ૧૮મી મે સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મે સવારે ૬ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યા છે. આ ૩૬ શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે તા. ૧૮મી મે ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મેના સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.  તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૧૮ મે-ર૦ર૧ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧ મે-ર૦ર૧ના સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.

COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.

આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.