71st Miss World/ મિસ વર્લ્ડનો તાજ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાના નામે

આ સ્પર્ધામાં ભારત તરફથી સિની શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે, ટાઇટલની નજીક આવ્યા બાદ તે રેસમાંથી બહાર થઇ ગઇ હતી. તે ટોપ-8ની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી પરંતુ જ્યારે ટોચના 4 સહભાગીઓની પસંદગી કરવામાં આવી ત્યારે તે રેસમાં સ્થાન…..

Entertainment
Beginners guide to 2024 03 10T115754.155 મિસ વર્લ્ડનો તાજ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાના નામે

Mumbai News: ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિસ્જકોવાએ 71મો મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. 9 માર્ચે મુંબઈના જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મિસ વર્લ્ડ ફાઈનલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ક્રિસ્ટીનાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ક્રિસ્ટીનાના નામની જાહેરાત કરી તેને તાજ પહેરાવવામાં આવ્યો. આ વર્ષે સૌંદર્ય સ્પર્ધામાં 120 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. ક્રિસ્ટીનાએ 120 સ્પર્ધકોને પાછળ છોડીને મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો.

આ સ્પર્ધામાં ભારત તરફથી સિની શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે, ટાઇટલની નજીક આવ્યા બાદ તે રેસમાંથી બહાર થઇ ગઇ હતી. તે ટોપ-8ની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી પરંતુ જ્યારે ટોચના 4 સહભાગીઓની પસંદગી કરવામાં આવી ત્યારે તે રેસમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી. સિનીનો જન્મ કર્ણાટકમાં થયો હતો. જોકે, તેમનું શિક્ષણ મુંબઈમાં થયું હતું. તેણે 2022માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે.

Meet Sini Shetty, 22-Year-Old Representing India At Miss World Pageant

મિસ વર્લ્ડ 2024 નું શાનદાર આયોજન કરણ જોહરે કર્યું હતું. કરણ જોહર સાથે ફિલિપાઈન્સની મિસ વર્લ્ડ 2013 મેગન યંગ હતા. ઉપરાંત, નેહા કક્કર અને તેના ભાઈ ટોની કક્કર, પ્રખ્યાત ગાયક શાને પણ તેના મધુર ગીતોથી પ્રસંગને રંગ આપ્યો. 28 વર્ષ પછી મિસ વર્લ્ડનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે, આ પહેલા વર્ષ 1996માં કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 46મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ President Election/ આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા

આ પણ વાંચોઃ Hit And Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો

આ પણ વાંચોઃ દારૂ પીવડાવી બહેનો ઉપર ગેંગરેપ ગુજારી વીડિયો ઉતાર્યો, પરિવારના ત્રણ જણાએ જીવ