Not Set/ ઇમરાન ખાન ફરી સભ્યતા ભૂલ્યા, કરી આવી ભૂલ અને પછી પડ્યા ભોઠા

પાકિસ્તાનનાં વઝીરે આઝમ અસભ્ય વર્તન બદલ ફરી ચર્ચામાં આવી ગયા છે. ઇમરાન ખાન આમતો છેલ્લી બનેં વિશ્વસ્તરની બેઠકોમાં પોતાની અસભ્યતાનો પરિચય આપી ચૂક્યા છે તેમ કહેવુ પણ અયોગ્ય નહી જણાય કારણ કે, ઇમરાન ખાન સાઉદી અરેબિયામાં યોજવામાં આવેલી OICની બેઠકમાં સાઉદ્દીનાં સુલતાનનું અપમાન કરી ચૂક્યા છે. આપને યાદ હશે કે OIC બેઠકમાં હાજરી આપવા પહોંચેલા […]

Top Stories World
pjimage 1 3 ઇમરાન ખાન ફરી સભ્યતા ભૂલ્યા, કરી આવી ભૂલ અને પછી પડ્યા ભોઠા

પાકિસ્તાનનાં વઝીરે આઝમ અસભ્ય વર્તન બદલ ફરી ચર્ચામાં આવી ગયા છે. ઇમરાન ખાન આમતો છેલ્લી બનેં વિશ્વસ્તરની બેઠકોમાં પોતાની અસભ્યતાનો પરિચય આપી ચૂક્યા છે તેમ કહેવુ પણ અયોગ્ય નહી જણાય કારણ કે, ઇમરાન ખાન સાઉદી અરેબિયામાં યોજવામાં આવેલી OICની બેઠકમાં સાઉદ્દીનાં સુલતાનનું અપમાન કરી ચૂક્યા છે.

pjimage 5 ઇમરાન ખાન ફરી સભ્યતા ભૂલ્યા, કરી આવી ભૂલ અને પછી પડ્યા ભોઠા

આપને યાદ હશે કે OIC બેઠકમાં હાજરી આપવા પહોંચેલા ઇમરાન ખાનનું બીજા આમંત્રીત મહેમાનોની જેમ ખુદ સાઉદ્દીનાં સુલતાન દ્રારા જ્યારે સ્વાગત કરવામા આવી રહ્યું હતું અને સુલતાન દ્રારા કોઇ વાત પુછવામાં આવતા ઇમરાને તેનો જવાબ આપી દઇ ચાલતી પકડી હતી. સુલતાનનાં જવાબ કે પ્રતિક્રિયાની રાહ પણ જોવામા આવી નહતી. ઉલટાનું સુલતાન સાથે ત્યા હાજર દુભાષીયા કર્મચારીને ઇસારા સાથે હાથ ઉંચા કરી કરીને કશું જણાવ્યા બાદ ઇમરાન સુલતાનનું અભિવાદન કરવાની તસ્દી લીધા વિના જ ત્યાથી પીઠ ફેરવી ચાલી નિકળ્યા હતા.

તમે જ જોઇલો આ વિડીયો, પાકિસ્તાનનાં PM ઇમરાનની અસભ્યતાનો…. 

.

 

પાકિસ્તાનનાં વઝીરે આઝમને કદાચ સભ્યતાની શીખ લેવાની જરૂર હોય તેમ ફરી ઇમરાને બિશ્કેકમાં  SCO સમિટમાં પણ પોતાના લખણ ઝળકાવ્યા હતા.અને મોટી ભૂલ સાથે અસભ્યતાનો પરિચય કરાવ્યો હતો. વાત જાણે આમ બની કે.SCOમાં તમામ દેશના પ્રમુખો દ્રારા સમિટ સ્થળે સાથે પ્રવેશ કરવામાં આવ્યો હતો. દરેક પ્રમુખ પ્રવેશ કરતાની સાથે જ પોતાની જગ્યા પર ચેર સામે આવી બીજા પ્રમુખો જે પાછળ આવી રહ્યા હતા તેની રાહ જોઇ ઉભા રહ્યા, પરંતુ પાકિસ્તાનનાં વઝીરે આઝમ ઇમરાન પોતાની જગ્યા પર સૌથી પહેલા બેસી ગયા હતા. બેઠા બાદ થોડી ક્ષણોમાં જ ઇમરાન ભોઠા પણ પડ્યા કારણ SCO સમિટમાં હાજરી આપી રહેલા તમામ પ્રમુખો હજુ ઉભા હતા. બાદમાં પોતાની ભૂલ સમજાતાની સાથે ફોર્માલીટી કરવા ઉભા તો થયા, પરંતુ આ તો આબરુ છે ગઇ એ ગઇ પછી પાછી મેળવવા ખુબ પ્રયત્ન કરવો પડે છે.

pjimage 1 3 ઇમરાન ખાન ફરી સભ્યતા ભૂલ્યા, કરી આવી ભૂલ અને પછી પડ્યા ભોઠા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.