aircraft crashes/ રાજસ્થાનના બાડમેરમાં MiG એરક્રાફ્ટ ક્રેશ,બે પાયલોટ શહીદ

રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. ત્યાં બાડમેરમાં એક મિગ વિમાન ક્રેશ થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો.

Top Stories India
1 243 રાજસ્થાનના બાડમેરમાં MiG એરક્રાફ્ટ ક્રેશ,બે પાયલોટ શહીદ

રાજસ્થાનમાં એક મોટો અકસ્માત થયો છે. ત્યાં બાડમેરમાં એક મિગ વિમાન ક્રેશ થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મિગનો કાટમાળ અડધો કિલોમીટર દૂર વિખરાઈ ગયો હતો. મિગમાં બે પાઈલટ હતા. આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર, એસપી સહિત એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા.સોશિયલ મીડિયા પર અકસ્માત સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જે એરક્રાફ્ટ ક્રેશ થયું છે તે મિગ-21 છે, પરંતુ હજુ સુધી તેના પર સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી.

 

 

 

ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું છે. બાડમેરના ભીમડા ગામમાં મિગ-21 ક્રેશ થયું છે. લોકોએ જોરદાર ધડાકા સાથે આગની વિશાળ જ્વાળાઓ જોઈ. મિગ-21 ક્રેશની જાણ થતાં ગામમાં ગભરાટ ફેલાયો હતો. પ્લેનનો કાટમાળ પણ અડધા કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાઈ ગયો હતો. વહીવટીતંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે બંને પાયલટ શહીદ થયા છે.

દુર્ઘટના બાદ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે અકસ્માત અંગે તથ્યો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “તે એરફોર્સનું વિમાન હતું જે બાયટુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું.”

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે ફાઈટર પ્લેન ક્રેશ થવા પર વાત કરી હતી. વાયુસેના પ્રમુખે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી.મિગ Mi-21 બાઇસન એરક્રાફ્ટને ભારતીય વાયુસેના દ્વારા 1960ના દાયકામાં સામેલ કરવાનું શરૂ થયું હતું. ભારતીય વાયુસેનાએ વર્ષો દરમિયાન વિવિધ અકસ્માતોમાં અનેક મિગ-21 એરક્રાફ્ટ અને અન્ય એરક્રાફ્ટ ગુમાવ્યા છે. હાલમાં, ભારતીય વાયુસેના પાસે મિગ-21 બાઇસનની લગભગ છ સ્ક્વોડ્રન છે અને એક સ્ક્વોડ્રનમાં લગભગ 18 વિમાનોનો સમાવેશ થાય છે.