Election/ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ ભર્યુ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રક, ભાજપમાં હડકંપ…

ગુજરાત ભાજપ દ્વારા પાર્લામેન્ટ્રી બેઠકની બેઠકમાં લેવાયેલા 3 મહત્વને હવે કહી શકાય કે કઠોર નિર્ણયનાં આધારે તમામ મહાનગરો અને પાલિકાઓનાં ઉમેદવારનું ચયન કરી યાદી જાહેર કરવામાં આવી

Top Stories Gujarat Vadodara Trending
diupak madhu shrivastav દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ ભર્યુ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રક, ભાજપમાં હડકંપ...

ગુજરાત ભાજપ દ્વારા પાર્લામેન્ટ્રી બેઠકની બેઠકમાં લેવાયેલા 3 મહત્વનાં ત્રણ નિર્ણયોનાં આધારે(હવે કહી શકાય કે કઠોર નિર્ણયનાં આધારે) તમામ મહાનગરો અને પાલિકાઓનાં ઉમેદવારનું ચયન કરી યાદી જાહેર કરવામાં આવી અને યાદી જાહેર થતા જ શિસ્તબદ્ધ ગણાતા ભાજપનાં શિસ્તનાં વાઘા ધીમે ધીમે ઉતરતા જોવામાં આવ્યો અનેક નેતાઓ નારાજગી સાથે બગાવતી શુર રેલાવા લાગ્યા અને કેટલાકે તો ભાજપ સાથેનો વર્ષો જૂનો નાતો પણ તોડી નાખ્યો. લાંબી યાદીમાં એક બગાવતી શુર હતો વડોદરા ભાજપનાં દબંગ તરીકે ગણાતા અને ભાજપનાં ચાલુ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો.

madhu દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ ભર્યુ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રક, ભાજપમાં હડકંપ...

રાજકારણ / જામનગરમાં કોંગ્રેસ – ભાજપ બનેં ચિંતીત, ભારે રાજકીય ઉથલ પાથલનાં એંધાણ

અપેક્ષા પ્રમાણે અને દબંગ નેતાની છાપ પ્રમાણે મધુ શ્રીવાસ્તવે ગઇ કાલે જ કહી દીધુ હતું કે, મારો પુત્ર પાછલી ચૂંટણીમાં ગુજરાતભરમાં બીજા સૌથી વધુ માર્જીનથી જીત્યો હતો અને વડોદરામાં તેના જેટલી લિડ કોઇ નેતાને નહોતી મળી, તે અપક્ષ પણ જીત્યો હતો તેને ભાજપે ટિકિટ નથી આપી ત્યારે ગુજરાતમાં ભાજપ કઇ એક જ પક્ષ નથી. મધુ  શ્રીવાસ્તવનાં તેવર ત્યારે જ કહી રહ્યા હતા કે વડોદરા ભાજપમાં બગાવતી પવન ફૂંકાવવાનો શરુ થઇ ગયો છે.

Image result for madhu shrivastav

ચૂંટણી પ્રચાર / ચૂંટણી આવી ચક્કરો વધ્યા : ભૂપેન્દ્ર યાદવ, મનીષ સિસોદિયા, અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

આજે જ્યારે મહાનગરોનાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાનાં અંતિમ દિવસ ભાજપનાં MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ અપક્ષ તરીકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ઝંપલાવ્યું છે. બીલકુલ દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
ભાજપે ટિકિટ ન આપતાં નારાજ થઇ દિપક શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવતા જ વડોદરા ભાજપમાં ભૂકંપ જોવામાં આવી રહ્યો છે.

deepak દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનાં પુત્રએ ભર્યુ અપક્ષ તરીકે ઉમેદવારી પત્રક, ભાજપમાં હડકંપ...

Political / ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર

ભાજપની આ વખત ની યાદી જાહેર કરવામાં આવતની સાથે જ ભડકો જોવામાં આવ્યો અને રાજકીય તજજ્ઞો દ્વારા ત્યારથી જ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં ભારે નારાજી અનેક ઉતાર ચડાવ લાવનારી હશે. અનેક નેતાઓ ખુલીને વિરોધ કરશે, અનેક નેતા પક્ષ પલ્ટો કરશે અને જે ખુલીને વિરોધ ન કરી શકે કે પક્ષપલ્ટો ન કરી શકે તેવી પરિસ્થિતિમાં હોય તે સાથે રહીને ટાંટીયા ખેંચ કરી પોતાનાં જ ઉમેદવારોને હરાવવામાં પણ ભૂમિકા જવી શકે છે. સાપ્રાંત સમયે રાજકીય આગાહી મહદ અંશે સાચી પડી રહી છે અને હજુ તો પંચાયતોની ચૂંટણીનો સમગ્ર મામલો બાકી છે, ત્યારે આવનાર થોડા દિવસો માટે ગુજરાતનું રાજકીય પ્રાંગણ યુદ્ધ મેદાન બની રહેશે તેવુ જોવામાં આવી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ