Not Set/ સાતમાં તબક્કાની 59 સીટ માટે 43 જેટલા અપરાધિક છબી ધરાવતા “દાગી” ઉમેદવારો મેદાનમાં

લોકસભાની 534 બેઠકોમાંથી 484 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂંક્યું છે અને બાકી રહેલ 8 રાજ્યોની 59 બેઠકોનો ફેસલો કાલે મતદારો કરવા જઇ રહ્યા છે ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે સાફ છબીધરાવતા ઉમેદવારો જ ચૂંટણી લડશે તેવી દુહાઇ દેતા તમામ રાજકીય પક્ષોએ ગત ચૂંટણી કરતા લગભગ 4% વધારે દાગી ઉમેદવારોને આ વખતે ચૂંટણી મેદાનમાં […]

Top Stories India Politics
dagi com સાતમાં તબક્કાની 59 સીટ માટે 43 જેટલા અપરાધિક છબી ધરાવતા "દાગી" ઉમેદવારો મેદાનમાં

લોકસભાની 534 બેઠકોમાંથી 484 બેઠકો માટેનું મતદાન પૂર્ણ થઇ ચૂંક્યું છે અને બાકી રહેલ 8 રાજ્યોની 59 બેઠકોનો ફેસલો કાલે મતદારો કરવા જઇ રહ્યા છે ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે સાફ છબીધરાવતા ઉમેદવારો જ ચૂંટણી લડશે તેવી દુહાઇ દેતા તમામ રાજકીય પક્ષોએ ગત ચૂંટણી કરતા લગભગ 4% વધારે દાગી ઉમેદવારોને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 2014માં અપરાધિક છબી ધરાવતા દાગી ઉમેદવારો  19% હતા, તે 2019માં 23 % છે. તો વળી ગંભીર પ્રકારનાં ગુનામાં સંડોવાયેલા ઉમેદવારો જે  2014માં 15% હતા. તે લોકસભા 2019માં 19% જેટલા આવા ઉમેદવારો મેદાનમાં છે.

logo adr સાતમાં તબક્કાની 59 સીટ માટે 43 જેટલા અપરાધિક છબી ધરાવતા "દાગી" ઉમેદવારો મેદાનમાં

તમામ પક્ષોને લેવો પડ્યો છે “બાહુબલી”નો સાહારો

ADR એટલે કે એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્રારા સાતમી તબક્ક માટે પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર, ADR નાં સંયોજક અનિલ શર્મા જણાવે છે કે આ તબક્કામાં 43 જેટલા સર્વાધિક દાગી ઉમેદવારો મેદાનમાં છે. જે ચૂંટણી લડી રહેલા કુલ ઉમેદવારોનાં 26% જેટલા છે. તો આ 43માંથી પણ 36 એટલે કે 22% ઉમેદવારો સામે તો ગંભીર પ્રકારનાં ગુના નોંધવામાં આવ્યા છે. સાતમાં તબક્કામાં ચૂંટણી લડી રહેલા ભાજપનાં 11માંથી 5, કોંગ્રેસનાં 9માંથી 6, અને સપાનાં 8માંથી 5 ઉમેદવારો સામે ગંભીર પ્રકારનાં ફોજદારી કેસો નોંધાયેલા છે.

Ajay Rai 1 સાતમાં તબક્કાની 59 સીટ માટે 43 જેટલા અપરાધિક છબી ધરાવતા "દાગી" ઉમેદવારો મેદાનમાંatiq ahmed સાતમાં તબક્કાની 59 સીટ માટે 43 જેટલા અપરાધિક છબી ધરાવતા "દાગી" ઉમેદવારો મેદાનમાં

સૌથી વધારે દાગી ઉમેદવારો PM સામે લડી રહ્યા છે ચૂંટણી

અપરાધિક છબી ધરાવતા દાગી ઉમેદવારોની યાદીમાં આવલ્લ નંબર પર PM મોદી સામે વારાણસીથી ચૂંટણી રહેલા બાહુબલી નેતા  અતિક અહમદ છે. અતિક અહમદ વારાણસીથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છે અને તેની સામે કુલ 59 કેસ છે, જેમાં 80 કેસો નો સમાવેશ તે કાયદાની અત્યંત ગંભીર કલમો નીચે દાખલ થયેલા ગુનાઓમાં થાય છે. અતિક અહમદ પર  હત્યા, હત્યાનું  ષડયંત્ર, હત્યાનાં પ્રયાસ અને અપહરણ જેવા કેસો નોંધાયેલા છે. જો કો અતિકે પાતાનું ફોર્મ પાછુ ખેચી લીધાનાં સમાચાર છે. તો બસપાનાં ઉમેદવાર અતુલ સિંહ અવલ્લતામાં બીજા નંબર પર છે. અતુલ સિંહ સામે 14 કેસ નોંધાયા છે, જેમાં ગંભીર પ્રકારનાં ગુનાનાં 13 કેસ છે. ખૂન, ખૂન કરવાનો પ્રયાસ, ખૂનનું ષડયંત્ર કરવું જેવા ગુના અતુલ સિંહનાં માથે બોલી રહ્યા છે. તો વારણસીથી જ PM સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં અજય રોય પણ આમાં થી બેકાત નથી અને રોય સામે પણ 16 જુદા જુદા દાવાઓ છે, જેમાં 8 ગંભીર પ્રકારનાં ગુના છે.