Not Set/ તમારો અંગુંઠો તમારી બેન્ક, પિન કે પાસવર્ડ વગર પેમેન્ટ કરી શકાશે, જાણો

નવી દિલ્હીઃ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને નિરક્ષર જનતા વચ્ચે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આધારનો સહારો લઇ રહી છે. આધાર પે દ્વારા ફક્ત ફિંગરપ્રિન્ટ દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાશે. પહેલાથી ઉપયોગ થઇ રહેલા આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમનું મર્ચેન્ટ વર્જન છે. આનો ઉપયોગ પહેલાથી જ પ્રચલીત ઑનલાઇન અને કાર્ડ ટ્રાંજેક્શનનો વિકલ્પ બની શકે છે. જ્યાં […]

India
msid 56726541width 400resizemode 41 તમારો અંગુંઠો તમારી બેન્ક, પિન કે પાસવર્ડ વગર પેમેન્ટ કરી શકાશે, જાણો

નવી દિલ્હીઃ ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને નિરક્ષર જનતા વચ્ચે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આધારનો સહારો લઇ રહી છે. આધાર પે દ્વારા ફક્ત ફિંગરપ્રિન્ટ દ્વારા ટ્રાન્જેક્શન કરી શકાશે.

પહેલાથી ઉપયોગ થઇ રહેલા આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમનું મર્ચેન્ટ વર્જન છે. આનો ઉપયોગ પહેલાથી જ પ્રચલીત ઑનલાઇન અને કાર્ડ ટ્રાંજેક્શનનો વિકલ્પ બની શકે છે. જ્યાં પિન અને પાસવર્ડની જરૂર પડે છે.

આ એપ દ્વારા કેશલેસ પેમેન્ટ કરવા માટે ગ્રાહકે ફક્ત પોતાના આધાર નંબરને,  જે બેન્કમાંથી પેમેન્ટ કરવાનું છે તે બેન્કનુ નામ આપવું પડશે. અને પોતના ફિંગરપ્રિન્ટ આપવી પડશે. આ એપ દ્વારા પેમેન્ટ કરવા માટે ફક્ત એક સામાન્ય એન્ડ્રોયડ ફોનની જરૂર પડશે. અને દુકાનદારે બાયોમેટ્રીક ડિવાઇસ લગાવું પડશે.

આ એપની મદદથી કોઇ પણ પ્રકારના કાર્ડ અને પિન વગર ડિજીટલ ટ્રાન્જેક્શન કરવું સંભવ બની જશે. આધાર પે એપને જાણીતી કરવામાટે સરકારે બેન્કોને પ્રતિબ્રાન્ચ 30-40 મર્ચેન્ટ અનરોલ કરવા માટે કહ્યું છે. જેનાથી તે પોતાના ગ્રાહકોને કેશલેસ પેમેન્ટ સુવિધા આપી શકે.

સરકારની યોજના છે કે, આધાર પે ને લોકપ્રિય બનાવવા માટે તે દુકાનદારોને લાંબા સમય સુધી તેના ઉપયોગ કરવા પર ઇન્સેટિવ આપવાની છે. આધાર પેથી ટ્રાંજેક્શન કરવા માટે દુકાનદારને એક બાયોમેટ્રિક ડિવાઇસની જરૂર પડશે. જેની બજારમાં કિમત 2000 રૂપિયા છે. સરકારની યોજના મુજબ દુકાનદારોને રાહત દરે મશીન પૂરા પાડવાની છે. જેથી તે લાંબા સમય સુધી આ માધ્યમનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકોને કેશલેશ પેમેન્ટની સુવિધા આપી શકે.