Not Set/ દલાઈલામા: ભારતની દાળ, રોટલી અને ઢોસા પર જીવીને બન્યો છું ભારતનો પુત્ર

તિબેટીયન ધર્મ ગુરુ, 14માં દલાઈલામા મુંબઈમાં ત્રણ દિવસની મુલાકાત પર છે. તેઓએ વિધાર્થીઓને ‘મૈત્રી’ વિષય પર સંબોધન આપ્યું હતું. આ કોન્ફરન્સ મુંબઈ યુનીવર્સીટીનાં બુદ્ધિષ્ટ સેન્ટરનાં ફિલોસોફી ડીપાર્ટમેન્ટ દ્વારા યોજવામાં આવી હતી. દલાઈલામાએ જણાવ્યું કે, અમેરિકા અને ચાઈના દેશનાં મીડિયાનાં લોકો મને પુછતા હોય છે કે, શું બનાવે છે મને ભારતનો પુત્ર ? Dalai Lama: Media […]

Top Stories India
dalai lama દલાઈલામા: ભારતની દાળ, રોટલી અને ઢોસા પર જીવીને બન્યો છું ભારતનો પુત્ર

તિબેટીયન ધર્મ ગુરુ, 14માં દલાઈલામા મુંબઈમાં ત્રણ દિવસની મુલાકાત પર છે. તેઓએ વિધાર્થીઓને ‘મૈત્રી’ વિષય પર સંબોધન આપ્યું હતું. આ કોન્ફરન્સ મુંબઈ યુનીવર્સીટીનાં બુદ્ધિષ્ટ સેન્ટરનાં ફિલોસોફી ડીપાર્ટમેન્ટ દ્વારા યોજવામાં આવી હતી.

દલાઈલામાએ જણાવ્યું કે, અમેરિકા અને ચાઈના દેશનાં મીડિયાનાં લોકો મને પુછતા હોય છે કે, શું બનાવે છે મને ભારતનો પુત્ર ?

દલાઈલામાએ જણાવ્યું મે આ સવાલનાં જવાબમાં કહ્યું હતું કે, મારું મગજ નાલંદાનાં વિચારોથી ભરેલું છે અને આ શરીર ભારતની દાળ, રોટલી અને ઢોસા પર નિર્ભર છે. એટલે હું માનસિક અને શારીરિક બંને રીતે આ દેશનો છું અને એટલે જ હું ભારતનો પુત્ર છું.