કૃષિ આંદોલન/ આંદોલનની આગમાં દિલ્હીને ડામ : દેશને મળી વરવા દ્રશ્યોની વણઝાર

નવા ફાર્મ બિલનો વિરોધ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે, પરંતુ જેનો ડર હતો આખરે એ જ થયું. ગણતંત્ર દિવસની પરેડ બાદ ટ્રેક્ટર રેલીનું આયોજન હતું અને તેણે ગણતરીના

India
farmer protest આંદોલનની આગમાં દિલ્હીને ડામ : દેશને મળી વરવા દ્રશ્યોની વણઝાર

નવા ફાર્મ બિલનો વિરોધ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે, પરંતુ જેનો ડર હતો આખરે એ જ થયું. ગણતંત્ર દિવસની પરેડ બાદ ટ્રેક્ટર રેલીનું આયોજન હતું અને તેણે ગણતરીના સમયમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને તોફાનીઓએ બેરિકેડ્સ તોડી ટ્રેક્ટર રેલીનો રૂટ જ બદલી નાખ્યો…

આંદોલનની આગ

આંદોલનની આગમાં દિલ્હીને ડામ
ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર
ટ્રેક્ટર રેલીનું ટેંશન, પોલીસ સાથે કરી ઝપાઝપી

નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે. ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર અને સિંધુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી જવા રવાના થયા. આ સમયે એવું લાગતું હતું કે અત્યાર સુધી શાંત રહેલું આંદોલન ગણતંત્ર દિવસે પણ શાંત રહેશે. જોકે કંઇક અલગ જ દૃશ્યો દેશની આન બાન શાન સમાન પરેડ બાદ જોવા મળ્યા.

સવારથી જ ભારે સંખ્યામાં એકઠા થયા ખેડૂતો
રૂટ બદલીને અક્ષરધામ તરફ કરી આગેકૂચ
ટ્રેક્ટર પલટી જતાં એક ખેડૂતનું થયું મોત

દિલ્હીની જેટલી સરહદો પર ખેડૂતો જમા હતા ત્યાંથી તેઓ અલગ અલગ રસ્તે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ઘુસી ગયા. ખેડૂતોનુ એક જૂથ અક્ષરધામ મંદિર તરફ આગળ વધ્યાં તો બીજું ટોળું દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી રહ્યું હતું. આ વરવા દૃશ્યો વચ્ચે દિલ્હી પાસે કરનાલ બાયપાસ પાસે પોલીસ પર નિહંગોએ પોલીસ પર તલવારો ઉગામી દીધી. આ તરફ રાજધાનીના આઇટીઓ વિસ્તારમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી. ITO પાસે ટ્રેક્ટર પલટી થવાને કારણે એક ખેડૂતનું મોત થયું છે.

ટ્રેક્ટર લઇને પોલીસ પર ચઢાઇની કોશિષ
અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇંટરનેટ બંધ કરાયું

ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ ભડકી ગયા હતા. ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારપછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. કેટલાક સ્થાને તો પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની પણ કોશિષ થઇ. જેનું વરવું દૃશ્ય સમગ્ર દેશે જોયું.

ટ્રેક્ટર રેલીનું આયોજન જ્યાં શાંતિપૂર્ણ થવાનું હતું ત્યાં હિંસક ઘટનાઓએ સ્થાન લઇ લીધું. અચાનક જ ટ્રેક્ટર રેલીનો રૂટ બદલાયો અને બેરિકેડ્સ તોડીને દિલ્હીના લાલ કિલ્લા પર અસામાજિક તત્વોએ પોતાના ઝંડા લહેરાવી દીધા.

કિલ્લા પર કલહ

લાલ કિલ્લા પર આંદોલનની આગ
આંદોલનની આગ લાલ કિલ્લા પર પહોંચી
ઉગ્ર બન્યું કૃષિ આંદોલન
લાલ કિલ્લા પર કર્યું હિંસક પ્રદર્શન

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર પરેડ અચાનક જ ઉગ્ર બની ગઇ. આઇટીઓ પર ઘર્ષણની વચ્ચે કેટલાંય ખેડૂત લાલ કિલ્લા પર પહોંચી ગયા અને કેટલાંય ડઝન ટ્રેકટરમાં સવાર સેંકડો આંદોલનકારી લાલ કિલ્લા પરિસરમાં પહોંચી હિંસાત્મક આંદોલન કરી ગયા. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વીટ કર્યું, “સૌથી દુર્ભાગ્યપૂર્ણ. મેં શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે, પરંતુ હું અરાજકતાને અવગણી શકતો નથી. પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર અન્ય કોઈ ધ્વજ નહીં, ફક્ત ત્રિરંગો લહેરાવવો જોઈએ.’

વડાપ્રધાન જ્યાં તિરંગો લહેરાવે ત્યાં તોફાનીઓએ ફરકાવ્યો ઝંડો
સ્વતંત્ર દિને તિરંગો ફરકાવાય છે લાલ કિલ્લા પર

કેટલાક વિરોધ કરી રહેલા ખેડૂતો સરકારને સંદેશ આપવા માંગતા હતા. ટ્રેક્ટર રેલીમાં ભારે હોબાળો કર્યા પછી જ્યારે ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે કેટલાક તોફાની લોકો લાલ કિલ્લા પર ચઢી ગયા હતા, અને જ્યાં દર વર્ષે ત્રિરંગો લહેરાવવામાં આવે છે તે સ્થળે તેમણે પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. આ તે સ્થાન છે જ્યાં વડાપ્રધાન દર વર્ષે ધ્વજવંદન બાદ રાષ્ટ્રને સંદેશ આપે છે.

છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે આંદોલન
અનેક રૂટ પર કરી તોડફોડ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો બે મહિનાથી દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યા છે જેમાં આજે તેઓ ટ્રેક્ટરો રેલી કાઢી રહ્યા છે. આ રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક જગ્યાએથી આંદોલનકારી ખેડૂતો ભારે મોટી સંખ્યામાં ઉપદ્રમ મચાવતા દિલ્હીમાં ઘુસી ગયા છે અને બેરિડકેડની તોડફોડ કરી છે. પ્રદર્શનકારીઓની તોડફોડ અને પોલીસ પર હુમલા બાદ ખેડૂત નેતાઓ બિલકુલ ગાયબ જ થઇ ગયા, જે અનેક સવાલો પેદા કરી રહ્યા હતા.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…