Jamnagar/ જામનગર નજીક ખંભાળિયા પાસે મશીનરી સાથેનું ટ્રેલર સાઈનબોર્ડ સાથે અથડાતાં સરકારી મિલકતને નુકસાન

ખંભાળિયા બાયપાસ રોડ પરનો ટ્રાફિક જામ થઈ જતાં ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો

Top Stories Gujarat
Beginners guide to 2024 06 27T204248.545 1 જામનગર નજીક ખંભાળિયા પાસે મશીનરી સાથેનું ટ્રેલર સાઈનબોર્ડ સાથે અથડાતાં સરકારી મિલકતને નુકસાન

Jamnagar News ; જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર સાંજના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. મોટી ખાવડી સ્થિત ખાનગી કંપની માટે એક મોટી હેવી મશીનરીને સંખ્યાબંધ વહીલ વાળા હેવી ટ્રક ટેલર પર લાદીને લઈ જવામાં આવી રહી હતી.
જે મશીનરી નો ઉપરનો ભાગ ખંભાળિયા બાયપાસ પાસેના સાઈન બોર્ડ સાથે ટકરાઈ ગયો હતો, અને તેના કારણે સાઈન બોર્ડ જમીનમાંથી ઉખડીને લટકી ગયું હતું.

આ વિચિત્ર અકસ્માતને લઈને સરકારી મિલકતને ભારે નુકસાની થઈ હતી, જયારે વાહન વ્યવહાર અવરોધાયો હતો. આ બનાવની જાણ થતાં જામનગરની ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. બી.જે. તીરકર અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એકાદ કલાકની જહેમત લઈને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.
જયારે આ અકસ્માત સર્જનાર હેવી ટ્રક ટ્રેલર ના ચાલક સામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો