Election/ દાણાલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સ્થાનિક લોકોએ કર્યો ઉગ્ર વિરોધ

બહેરામપુરા વોર્ડના સ્થાનિક રહીશોએ શૈલેષ પરમારનો ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના કામ અને સમસ્યા હોય છે ત્યારે ધારાસભ્ય જોવાતા નથી

Top Stories Gujarat
1 110 દાણાલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સ્થાનિક લોકોએ કર્યો ઉગ્ર વિરોધ
  • ચૂંટણી આવતા વિરોધનું વાવાઝોડું ફૂંકાયું
  • અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ
  • ધારાસભ્ય શૈલેષ પરમારનો સ્થાનિકોએ કર્યો વિરોધ
  • દાણીલીમડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર
  • બહેરામપુરા વોર્ડના સ્થાનિકોએ કર્યો વિરોધ
  • સ્થાનિક કામોમાં વર્ષો સુધી દેખાતા નથી પરમાર
  • માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હોવાના આક્ષેપો

ગુજરાતમાં વિદાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓએ પ્રચાર માધ્યમ તેજ બનાવી દીધો છે.જે ધારાસભ્ય પાંચ વર્ષે એકવાર વિસ્તારની મુલાકાત લેતા હોય છે તેઓ સામે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના ઘારાસભ્ય શૈલેષ પરમાર સામે સ્થાનિક નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો.બહેરામપુરા વોર્ડના સ્થાનિક રહીશોએ શૈલેષ પરમારનો ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના કામ અને સમસ્યા હોય છે ત્યારે ધારાસભ્ય જોવાતા નથી,અને ચૂંટણી આવતા જ તેવો વિસ્તારની મુલાકાત લેતા હોય છે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોની ભાીરે નારાજગી અનવે ગુસ્સાનો ભોગ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બનવું પડ્યું હતું. સ્થાનિક લોકોની સમસ્યા શું છે તે પણ તેમને ખબર નથી માત્ર ચૂંટણી સમયે જ જોવાય છે તેવા ગંભીર આક્ષેપો વિસ્તારના નાગરિકોએ લગાવ્યા હતા.