રાજયમાં પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં સઘન આરોગ્યલક્ષી ચેકીંગ કરવા માટે અપાયેલા આદેશના પગલે રાજકોટમાં છેલ્લા બે મહિનામાં કરવામાં આવેલા ચેકીંગ કરવામાં આવે છે . જેમાં ઘણો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો . જે અંતર્ગત લેવાયેલા પાણી અને મસાલાના સેમ્પલમાં લોકોને બિમાર પાડી દે તેવા ‘ઈકોલાઈ’ બેકટેરીયા ની હાજરી હોવાનો રિપોર્ટ આવતા હવે આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે .
ફુડ એકટ હેઠળ લેવાયેલા પાણીપુરીના પાંચ અને આઈસ્ક્રીમનો એક નમુનો ફેઈલ જાહેર થયો છે. કોઠારીયા રોડ પર ડીમાર્ટ પાછળ આવેલ જયજલારામ પાણીપુરી, સર્વેશ્વર ચોકમાં આવેલ બોમ્બે સ્ટાઈલ ભેળવાળા અને 25 ન્યુ જાગનાથમાં મોરી હોસ્પીટલ સામે આવેલ નારાયણ દિલ્હી ચાટ વાળાને ત્યાંથી પ્રીપેડ પાણીપુરીના બટેટાનો નમુનો લઈને આઈસ પેકમાં વડોદરા લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેમાં ઈકોલાઈ બેકટેરીયાની હાજરી હોવાથી તે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
આ પણ વાંચો ;સમગ્ર ગુજરાતનાં નાટય મંચન તરીકે જાણીતા એવા હેમુગઢવી નાટ્યગૃહમાં આવી સુવિધાઓ ઉભી કરાઈ
આ ઉપરાંત ગોંડલ રોડ પર બોમ્બે હોટલ બાજુમાં આવેલ સાધના ભેળ અને નારાયણ દિલ્હી ચાટ વાળાને ત્યાંથી ખજુરની પ્રીપેડ લુઝ ચટણીનો નમુનો લેવામાં આવ્યો હતો તેમાં પણ આ બેકટેરીયા જોવા મળ્યા છે. લોકોને સીધા બીમાર પાડી દે તેવા તત્વો હાજર મળતા હવે આગળની કાર્યવાહી શરુ કરવામાં આવશે. ખૂબ જ ગંદા પાણીનો ઉપયોગ પાણીપુરી સહિતના નાસ્તાની બનાવટમાં થતો હોવાનું ખુલે છે.
ફુડ તંત્ર દ્વારા કોઠારીયા રોડ વિસ્તારમાં 20 દુકાનો અને રેકડીઓમાં ચકાસણી કરવામાં આવતા ચાર કિલો વાસી રગડો, ચાર કિલો બટેટા, બે કિલો સોસ અને બે કિલો મીઠી ચટણીનો નાશ કરવામાં આવ્યો છે જયાંથી વાસી માલ મળ્યો તેમાં ઉમેશ પાણીપુરી સેન્ટર, ખોડીયાર ભેળ, આઈશ્રી ખોડીયાર પાણીપુરી, સંતોષ દાબેલી ઘુઘરાનો સમાવેશ થાય છે.
