OMG!/ ખતરનાક બાઉંસરથી આન્દ્રે ફ્લેચરને ગર્દનમાં થઇ ઈજા, હોસ્પિટલમાં દાખલ કરાયો, Video

વેસ્ટ ઈન્ડિઝનાં ક્રિકેટર આન્દ્રે ફ્લેચરને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2022 દરમિયાન બેટિંગ કરતી વખતે શોર્ટ ડિલિવરીથી ગરદનમાં ઈજા થઈ હતી. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) મેચ દરમિયાન રેઝાઉર રહેમાન રઝાનાં શોર્ટ બોલ પર ગરદનમાં ઈજા થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Sports
ફ્લેચર ઈજાગ્રસ્ત

વેસ્ટ ઈન્ડિઝનાં ક્રિકેટર આન્દ્રે ફ્લેચરને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2022 દરમિયાન બેટિંગ કરતી વખતે શોર્ટ ડિલિવરીથી ગર્દનમાં ઈજા થઈ હતી. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) મેચ દરમિયાન રેઝાઉર રહેમાન રઝાનાં શોર્ટ બોલ પર ગરદનમાં ઈજા થતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને ઝિમ્બાબ્વેનાં અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાને ઇમરજન્સી સબ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video

ખુલના ટાઈગર્સ તરફથી રમતા ફ્લેચર 12 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો અને આ દરમિયાન રઝાની સાતમી ઓવરનો પહેલો બોલ અચાનક એટલો ઉછળી ગયો કે ફ્લેચર ઈચ્છે તો પણ તેનાથી બચી ન શક્યો અને બોલ હેલ્મેટની ગ્રિલની નીચેથી બહાર આવીને ગરદન પર વાગી ગયો હતો. તે પીડાથી જમીન પર પડી ગયો અને પછી તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)નાં ડૉક્ટરનાં જણાવ્યા અનુસાર, ફ્લેચર થોડા સમય માટે મેદાન પર નિરીક્ષણ હેઠળ હતો અને તે ઠીક જણાતો હતો, જોકે બાદમાં તેને સાવચેતી તરીકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ખુલના ટાઈગર્સનાં મેનેજર નફીસ ઈકબાલે ઘટના બાદ મીડિયાને જણાવ્યું કે ફ્લેચર ખતરાની બહાર છે, પરંતુ સાવચેતીનાં ભાગરૂપે અમે તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો – RRB-NTPC પરિણામ પર હંગામો: / ઉમેદવારોએ બીજા દિવસે ટ્રેન રોકી, પેસેન્જર ટ્રેનમાં આગ, રેલ્વેની ચેતવણી પ્રદર્શન કરનારાઓ જીવનભર પરીક્ષા આપી શકશે નહીં

ધ ઢાકા ટ્રિબ્યુને ઈકબાલને ટાંકીને જણાવ્યું હતું કે, “ફ્લેચર સારી રીતે ચાલી રહ્યો છે. તે પોતાના હોશમાં પણ છે, અને કોઈ સમસ્યા અનુભવી રહી નથી. પરંતુ તેને ગરદનમાં ઈજા થઈ હોવાથી અમે સતર્ક છીએ અને કોઈ જોખમ લેતા નથી.” ડૉક્ટર સ્કેન કરવાની ભલામણ કરે છે, તે કરવામાં આવશે. તે સમય માટે સારું છે.”