Relationship/ પોર્ન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો Danny D, જાણો તેની Biography વિશે

ડેની ડી એ એલેસ્કા ડાયમંડ (ભૂતપૂર્વ પોર્ન અભિનેત્રી) ને ડેટ કરી હતી. ઉપરાંત તેણે લગ્ન પહેલા લગભગ એક વર્ષ સુધી સોફિયા નાઈટને ડેટ કરી હતી. તેણે 26 જુલાઈ 2015ના રોજ સોફિયા નાઈટ સાથે લગ્ન કર્યા.

Lifestyle Relationships
ડેની ડી પોર્ન એક્ટર

ડેની ડીનો જન્મ ઈંગ્લેન્ડનાં મેઇડસ્ટોનમાં થયો હતો. તેનું અસલી નામ મેટ હ્યુજીસ છે. તેનું હુલામણું નામ ડેની ડોંગ (અથવા ડેની ડી) છે. બાળપણથી, તે એક એડલ્ટ અભિનેતા બનવા માંગતો હતો. બાળપણમાં તે ઘણી ફિલ્મો જોતો હતો. આ કામ કરવા માટે, તેણે તેની શાળા પણ છોડી દીધી હોવાનુ કહેવાય છે.

ડેની ડી પોર્ન એક્ટર

આ પણ વાંચો – Interesting / દુનિયાનો એક એવો દેશ જ્યા લોકો બાળકોને ઘરમાં પહેરાવે છે હેલ્મેટ

તેની મોટાભાગની કૌટુંબિક માહિતી સામે આવી નથી. તેણે એલેસ્કા ડાયમંડ (ભૂતપૂર્વ પોર્ન અભિનેત્રી) ને ડેટ કરી હતી. ઉપરાંત તેણે લગ્ન પહેલા લગભગ એક વર્ષ સુધી સોફિયા નાઈટને ડેટ કરી હતી. તેણે 26 જુલાઈ 2015ના રોજ સોફિયા નાઈટ સાથે લગ્ન કર્યા. તેની પત્ની ભૂતપૂર્વ એડલ્ટ અભિનેત્રી છે અને હવે, તે એડલ્ટ નિર્માતા તરીકે કામ કરે છે. તેણે 2003માં એક બ્રિટિશ અભિનેતા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે યુરોક્રીમ, બ્રેઝર્સ, હાર્મની ફિલ્મ્સ, બોન્ટી વગેરે જેવા ઘણા પ્રખ્યાત સાઇટ્સ સાથે કામ કર્યું છે. વળી જો તેની સિદ્ધિઓની વાત કરીએ તો, વર્ષ 2012 માં, તે વર્ષનાં વિદેશી પુરુષ કલાકાર માટે AVN એવોર્ડમાં નામાંકિત થયો હતો. 2012 અને 2013 માં, તે શાફ્ટ પ્રાઇઝ હતું. તે 2014 માં ફોરેન મેલ આર્ટિસ્ટ ઓફ ધ યર માટે XBIZ એવોર્ડ વિજેતા બન્યો હતો. ડેની ફરીથી ફોરેન મેલ આર્ટિસ્ટ ઓફ ધ યર માટે AVN એવોર્ડ્સમાં નોમિનેટ થયો હતો. તેના અંગત જીવનની વાત કરીએ તો ડેની ડી ને મૂવી જોવાનો, સંગીત સાંભળવાનો અને ઘરે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો શોખ છે. તેના પ્રિય પોર્ન અભિનેતા શેન ડીઝલ અને પ્રિય પોર્ન અભિનેત્રી ક્રિસ્ટી મેક, ફોનિક્સ મેરી, રોમી રેન્સ, બોની રોટન છે. કેટલાક સ્ત્રોતો અનુસાર, તે પ્રતિ ફિલ્મ $1500 કમાય છે.

1 2021 11 10T120342.435 પોર્ન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો Danny D, જાણો તેની Biography વિશે

આ પણ વાંચો –  OMG! / ભારતનાં આ વિસ્તારમાં દિવાળી બાદ લોકો છાણથી રમે છે હોળી, Video

એક રસપ્રદ તથ્યની વાત કરીએ તો તે ભારતીય અભિનેત્રી અને મોડલ માહિકા શર્માનો સારો મિત્ર છે. અહેવાલો અનુસાર, ડેની અને માહિકા 2018 માં બિગ બોસ સીઝન 12 નાં સ્પર્ધક બનવાના હતા. જો કે તે થઇ શક્યુ નહી. કહેવાય છે કે ડેની ડી એ આ શો માં ભાગ લેવા મોટી રકમની માંગણી કરી હતી. તેની પત્નીની વાત કરીએ તો તેની પત્ની સોફિયા નાઈટે 2015માં પોર્નોગ્રાફિક અભિનેત્રી તરીકેનો પોતાનો વ્યવસાય છોડી દીધો હતો. જો કે, તે પોર્નોગ્રાફિક ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ કરે છે. સોફિયા નાઈટના જણાવ્યા અનુસાર, ડેની ઘરમાં સામાન્ય પરિણીત પતિ છે.