ICC T-20 WORLD CUP/ પ્રથમ સેમીફાઇનમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ

ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 166 રન કર્યા હતા જ્યારે ન્યુઝીલેન્ડે 19 ઓવરમાં 5 વિકેટે  રન ચેસ કરી લીધા હતા. આ જીત સાથે ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોચી ગઇ છે

Top Stories Sports
સસસસસ પ્રથમ સેમીફાઇનમાં ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ

ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને સેમીફાઇનલ હરાવીને ન્યુઝીલેન્ડ ફાઇનલમાં  પહોચી ગઇ છે. ,ઇંગલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 166 રન કર્યા હતા જ્યારે ન્યુઝીલેન્ડે 19 ઓવરમાં 5 વિકેટે  રન ચેસ કરી લીધા હતા. આ જીત સાથે ન્યુઝીલેન્ડ ફાઇનલમાં પહોચી ગઇ છે,ન્યૂઝીલેન્ડે બુધવારે ICC T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવીને ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. આ જીત સાથે તેણે ODI વર્લ્ડ કપ-2019ની ફાઈનલમાં બાઉન્ડ્રી કાઉન્ટના આધારે હારનો બદલો પણ લઈ લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 4 વિકેટે 166 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 167 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચના હીરો મિશેલ (47 બોલમાં અણનમ 72 રન), ડેવોન કોનવે (46 રન) અને જીમી નીશમ (11 બોલમાં 27 રન) હતા,આ મેચમાં મિશએલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ તરફથી મળેલા 167 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવર સુધી ટીમે 13 રનની અંદર પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ઓપનર માર્ટિન ગુપ્ટિલ અને (4) અને કેપ્ટન કેન વિલિયમસન (5)ની વિકેટનો સમાવેશ થાય છે. વોક્સે બંનેને પોતાનો શિકાર બનાવ્યા. જો કે આ પછી મિશેલ અને કોનવેએ ત્રીજી વિકેટ માટે 67 બોલમાં 82 રનની ભાગીદારી કરીને કિવી ટીમને મેચમાં જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પછી મોઈન અલીએ કોનવેને સ્ટમ્પ કરીને ઈંગ્લેન્ડને મેચમાં પરત લાવ્યું. ત્યારબાદ મિશેલે જિમી નીશમ (ત્રણ છગ્ગાની મદદથી 11 બોલમાં 27 રન) સાથે પાંચમી વિકેટ માટે 17 બોલમાં 40 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ આદિલ રાશિદે નીશમને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. ન્યૂઝીલેન્ડને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી અને મિશેલે છ બોલ બાકી રહેતાં પાંચ વિકેટથી જીત મેળવીને કિવિઝને ફાઇનલમાં પહોંચાડી દીધી હતી.