ગુજરાત/ LRD ભરતીની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી કોલ લેટર કરી શકશો ડાઉનલોડ

3 ડિસેમ્બરથી દોડની પરીક્ષા શરૂ થશે જે માટેના કોલલેટર OJAS વેબસાઈટ પરથી 26 નવેમ્બરથી કાઢી શકાશે.

Gujarat
Untitled 282 3 LRD ભરતીની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખથી કોલ લેટર કરી શકશો ડાઉનલોડ

રાજ્પોયમાં કોરોનાની બીજી લહેર  ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો ક્લીલોકો મૃત્સયુ પામ્યા હતા. તેમજ  અમુક પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી.  ત્યારે હવે કોરોના કેસ ઘટતા લોકોમાટે મહત્વના  સંચાર આવી રહ્યા છે . જે. PSI તથા LRD બન્ને માટે એક જ વખત પરીક્ષા લેવાશે જેની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે. 3 ડિસેમ્બરથી દોડની પરીક્ષા શરૂ થશે જે માટેના કોલલેટર OJAS વેબસાઈટ પરથી 26 નવેમ્બરથી કાઢી શકાશે. પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી. રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોને પણ રાહત આપવામાં આવી છે.

ગુજરાતમાં 10,988 પોલીસની ભરતી માટે લોકરક્ષક દળ એટલે કે LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલને નિયુક્ત કરવામા આવ્યા છે. આ બોર્ડમાં કુલ પાંચ સભ્યો હશે. બોર્ડના અધ્યક્ષ એવા હસમુખ પટેલના ટ્વીટ પ્રમાણે બહુ ઝડપથી એલઆરડીની પરીક્ષા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એલઆરડીની પરીક્ષામાં પેપર લીક અને મહિલા અનામત ઠરાવને લઈને વિવાદ થયા હતા.