Not Set/ દાઉદનો વિરોધી રવિ પૂજારીને અમદાવાદ લવાયો, કાલે બોરસદ કોર્ટમાં કરાશે રજુ

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદના ફાયરીંગ કેસમા બેંગ્લોર થઈ અમદાવાદ ક્રાઈમ લવાયો હતો. રવિ પૂજારી સહિત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોર થઈ ટ્રાન્જીટ રિમાન્ડના આધારે લાવી રહી છે. જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો […]

Ahmedabad Gujarat
ravi pujari 1 e1626717051368 દાઉદનો વિરોધી રવિ પૂજારીને અમદાવાદ લવાયો, કાલે બોરસદ કોર્ટમાં કરાશે રજુ

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને બોરસદના ફાયરીંગ કેસમા બેંગ્લોર થઈ અમદાવાદ ક્રાઈમ લવાયો હતો. રવિ પૂજારી સહિત તેના શુટરો અને સાગરીતો સામે બોરસદમા વર્ષ 2017 મા બોરસદના કાઉન્સિલર પર ફાયરીંગ કરવામા આવ્યુ હતું. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બેંગ્લોર થઈ ટ્રાન્જીટ રિમાન્ડના આધારે લાવી રહી છે. જેની પર સોપારી લઈ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

ભારત અને ભારતની બહાર આશરે 250 જેટલા ગુનાઓ જે વ્યક્તિની સામે નોંધાયેલા છે તેને આજે બેગલોરથી બાય પ્લેન અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટાન્સફર વૉરન્ટના આધારે તેની ધરપકડ કરાઈ હતી. અમદાવાદ લાવ્યા બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે બોરસદ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017મા ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી. જે ગુનામા અગાઉ રવિ પૂજારીના શાર્પસૂટર સુરેશ પિલ્લાઈ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામ ની ધરપકડ કરી હતી. આ ગુનામા ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો.

મહત્વનુ છે કે રવિ પૂજારી વિરુદ્ધ અમદાવાદ અને રાજ્યભરમા કુલ 30 જેટલા ગુના નોંધાયા છે. પરંતુ જે પ્રમાણે કોર્ટે આદેશ કર્યો છે કે રવિ પૂજારી ની ધરપકડ માત્ર બોરસદ ના ગુનામા થશે. અન્ય કોઈ કેસની પુછપરછ પણ ક્રાઈમ બ્રાંચ કરી શકશે નહી. ત્યારે જોવુ એ રહ્યુ કે રવિ પૂજારી ની પુછપરછ મા શુ ખુલાસા થાય છે.

એટલુંજ નહિ રવિ પૂજારી બોલીવુડમાં સલમાન ખાન , શાહરુખ ખાન , વિવેક ઓબરોય સહિતના અનેક કલાકારોને ફોન ઉપર ધમકી આપીને તેમના પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી. બોલીવુડમાં પણ રવિ પૂજારીનો ખુબજ ખોફ હતો મોટા મોટા કલાકારો તેના નામથી કાપી ઉઠતા હતા.રવિ પુજારીની ધરપકડ બાદ તેની અનેક ગુનામાં પુછપરછ કરાઈ રહી છે. હવે જોવાનું એ છે કે આગળના દિવસો દરમિયાન શું નવા નવા ખુલાસાઓ સામે આવી શકે છે.