Not Set/ રામ મંદિર વિવાદ અંગે 6 ઓગસ્ટથી રોજ સુનાવણી : સુપ્રીમ કોર્ટ

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદની હવે 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે. આર્બિટ્રેશનની કાર્યવાહી નિષ્ફળ થયા પછી સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી માટેનું માળખું નક્કી કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી કોઈ પરિણામ નહીં આવે. આમ હવે રામ મંદિર મામલે  આવતી 6 તારીખથી સુપ્રિમ કોર્ટમાં રોજ […]

India
Babri masjid Ram mandir e1564737615265 રામ મંદિર વિવાદ અંગે 6 ઓગસ્ટથી રોજ સુનાવણી : સુપ્રીમ કોર્ટ

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદની હવે 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી થશે. આર્બિટ્રેશનની કાર્યવાહી નિષ્ફળ થયા પછી સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી માટેનું માળખું નક્કી કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી કોઈ પરિણામ નહીં આવે. આમ હવે રામ મંદિર મામલે  આવતી 6 તારીખથી સુપ્રિમ કોર્ટમાં રોજ સુનાવણી કરવામા આવશે.

ayudhya રામ મંદિર વિવાદ અંગે 6 ઓગસ્ટથી રોજ સુનાવણી : સુપ્રીમ કોર્ટ

supreme court 1531134696 રામ મંદિર વિવાદ અંગે 6 ઓગસ્ટથી રોજ સુનાવણી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કેસમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ સફળ રહ્યો નથી. સમિતિની અંદર અને બહાર પક્ષકારોના વલણમાં કોઈ ફેરફાર નથી. અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ કેસમાં રચાયેલી આર્બિટ્રેશન કમિટીને વિસર્જન કરતી વખતે કોર્ટે કહ્યું કે 6 ઓગસ્ટથી હવે આ મામલાની દૈનિક સુનાવણી થશે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે અઠવાડિયાના ત્રણ દિવસ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.