શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ તાજેતરમાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે. આદિત્ય ચોપરાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને ફરી એકવાર તે અઢી દાયકા પછી તેનું દિગ્દર્શન કરવા જઈ રહ્યો છે. પરંતુ આ વખતે તમને આ વાર્તા મોટા પડદા પર નહીં પરંતુ થિયેટરમાં જોવા મળશે. આદિત્ય ચોપરા તેને સ્ટેજ પર મ્યુઝિકલ પ્લે એટલે કે બ્રોડવે તરીકે રજૂ કરવા જઈ રહ્યો છે. ‘કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલ’ અમેરિકાના સેન ડિએગોના ઓલ્ડ ગ્લોબ થિયેટરમાં પ્રિમિયર થશે.
આ પણ વાંચો :OMG 2 નું પ્રથમ પોસ્ટર રિલીઝ, જુઓ અક્ષય કુમારને ભગવાન શિવના રૂપમાં
આદિત્ય ચોપરા વર્ષોથી તેના પર કામ કરી રહ્યા છે, જેમાં બોલિવૂડના સંગીતકારો વિશાલ-શેખર આ પ્રોજેક્ટમાં જોડાયા છે. આદિત્ય કહે છે કે બ્રોડવે ભારતીય ફિલ્મો જેવો જ હશે. આપને જણાવી દઈએ કે, આદિત્ય ચોપરા પહેલા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ એક અંગ્રેજી ફિલ્મની જેમ બનાવવા માંગતા હતા અને આ ફિલ્મમાં અભિનેતા ટોમ ક્રૂઝને લેવાના હતા, શાહરુખ ખાન નહીં. પરંતુ જે થયું તે ઈતિહાસ બની ગયું. વર્ષ 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ હતી.
હવે આદિત્ય ચોપરા ફરી એકવાર આ ફિલ્મનું નિર્દેશન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ ‘કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલ’ રજૂ કરવામાં આવશે. વિશાલ દદલાની અને શેખર રવજીયાણી સંગીતકાર તરીકે કામ કરશે. ‘કમ ફોલ ઇન લવઃ ધ ડીડીએલજે મ્યુઝિકલ’ આવતા વર્ષે યુએસના થિયેટરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો : પ્રભાસના બર્થડે પર રિલીઝ થયું રાધે શ્યામનું ટીઝર, વિક્રમાદિત્ય બધુ જ જાણે છે પણ…
આદિત્ય માને છે કે મ્યુઝિકલ બ્રોડવે ભારતીય ફિલ્મો સાથે ખૂબ સમાન છે અને તે છૂટા પડેલા બે પ્રેમીઓ છે, જે તેમના પ્રથમ બ્રોડવે શો ‘કમ ફોલ ઇન લવ: ધ ડીડીએલજે મ્યુઝિકલ’માં પ્રથમ વખત થશે. બહુ ઓછા લોકો જાણે છે કે, ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને આદિત્ય પહેલા અંગ્રેજી ફિલ્મ તરીકે જ બનાવવા માંગતા હતા, ત્યારે તે આ ફિલ્મ માટે હીરો તરીકે ટોમ ક્રૂઝને કાસ્ટ કરવા માંગતા હતા.
બ્રોડવેની પોતાની યાદોને યાદ કરતાં આદિત્ય ચોપરાએ કહ્યું, ‘તે 1985નો ઉનાળો હતો અને હું 14 વર્ષનો હતો. પછી હું લંડનમાં મારી રજાઓ ગાળી રહ્યો હતો. મારા માતા-પિતાએ મને અને મારા ભાઈને મ્યુઝિકલ થિયેટરનો પહેલો અનુભવ કરાવ્યો. લાઈટો ઝાંખી થઈ, પડદા ઉઠ્યા અને પછીના ત્રણ કલાક દરમિયાન જે રજૂ થયુ તે જોઈને હું દંગ રહી ગયો! ત્યાં સુધી હું એક બાળક હતો જે ખૂબ જ જુસ્સા અને આતુરતાથી ફિલ્મો જોતો હતો અને તે સમયે મને મોટા પડદા પર ભારતીય બ્લોકબસ્ટર સૌથી વધુ ગમતા હતા. પરંતુ તે દિવસે સ્ટેજ પર મેં જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. હું માનતો ન હતો કે, આવી ભવ્યતા સ્ટેજ પર જીવંત રચી શકાય છે. પરંતુ આ અનુભવનું સૌથી મહત્ત્વનું પાસું જે મને પ્રભાવિત કરે છે તે એ હતું કે મ્યુઝિકલ થિયેટર આપણી ભારતીય ફિલ્મો સાથે કેટલું સમાન છે.
આ પણ વાંચો :બોલીવૂડ દિગ્ગજ એક્ટ્રેસ મીનુ મુમતાઝનું નિધન, મનોરંજન જગત છવાયો શોક
આ પણ વાંચો :ટીના દત્તાએ ટોપ પહેર્યા વગર ખુલ્લા જેકેટમાં કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડીયામાં લગાવી આગ
આ પણ વાંચો :જ્યારે શાહરૂખ ખાને કહ્યું હતું કે, મારુ નામ અને પ્રસિદ્ધિ મારા બાળકોની જિંદગી કરી શકે ….