Amreli/ ઘરની બહાર આંગણામાંથી વૃદ્ધનો મળ્યો મૃતદેહ, હત્યા કે પછી…

ધારી તહસીલના અમૃતપુર ગામમાં રહેતા મનુભાઇ સાવલીયા મકાનમાં એકલા રહેતા હતા. તે દરરોજ રાત્રે આંગણામાં સૂતા હતા. બુધવારે સવારે એક પાડોશીએ જોયું કે તેનો મૃતદેહ પડેલો.

Gujarat Others
a 421 ઘરની બહાર આંગણામાંથી વૃદ્ધનો મળ્યો મૃતદેહ, હત્યા કે પછી…

અમરેલી જિલ્લામાં 75 વર્ષિય એક વૃદ્ધનું દીપડાએ શિકાર કર્યો હતો. આ વૃદ્ધ તેમના ઘરની બહાર આંગણામાં સૂતા હતા જ્યારે દીપડાએ તેમનો શિકાર કર્યો હતો. વન વિભાગે કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે વૃદ્ધ વ્યક્તિનું શરીર ધડથી અલગ છે પરંતુ તેનો હાથ ઝંજીરથી બાંધેલા હતા. હાલમાં તે તપાસનો વિષય છે.

મળતી માહિતી મુજબ ધારી તહસીલના અમૃતપુર ગામમાં રહેતા મનુભાઇ સાવલીયા મકાનમાં એકલા રહેતા હતા. તે દરરોજ રાત્રે આંગણામાં સૂતા હતા. બુધવારે સવારે એક પાડોશીએ જોયું કે તેનો મૃતદેહ પડેલો.

નોંધનીય છે કે માહિતી મળતાની સાથે જ વન વિભાગનો કાફલો પહોંચ્યો હતો. તપાસ બાદ વન વિભાગના સીસીએફ દુષ્યંત વસાવાએ જણાવ્યું હતું કે ઘટના સ્થળે દીપડાના પંજાના નિશાન મળી આવ્યા છે. તબીબી તપાસમાં દીપડાનો હુમલો હોવાનું મોતનું કારણ પણ બહાર આવ્યું છે.

શરીર ખૂબ જ ખરાબ હાલતમાં હતું. દીપડાએ ચહેરા સિવાય અનેક ભાગો ખાધા હતા. વન વિભાગની ટીમ હવે આ દીપડાની શોધ કરી રહી છે. આ સાથે જ મનુભાઇનો હાથ કેમ બાંધેલો હતો તે જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો