Mehasana Army jawan death/ મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી

મહેસાણાના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજી ઠાકોરના કુટુંબના માથે આભ તૂટી પડ્યું છે. સિક્કિમની તિસ્તા નદીમાંથી આર્મી જવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર કુટુંબ શોકમાં ગરકાવ ગરકાવ થઈ ગયું છે.

Top Stories Gujarat
Mehasana Army jawan મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી

મહેસાણાના સુલીપુર ગામના આર્મી જવાન રાયસંગજી ઠાકોરના કુટુંબના માથે આભ તૂટી પડ્યું છે. સિક્કિમની તિસ્તા નદીમાંથી આર્મી જવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર કુટુંબ શોકમાં ગરકાવ ગરકાવ થઈ ગયું છે. રાયસંગજી ઠાકોર સમગ્ર કુટુંબનો એકમાત્ર આધાર હતો. ગંગટોક જતી વખતે મંગન જિલ્લાની તીસ્તા નદીમાં આર્મીની ટ્રક પલ્ટી હતી. આ અકસ્માત બાદ રાયસંગજી ઠાકોર ગુમ હતા. ગુમ આર્મી જવાનની પાંચ દિવસથી નદીમાં શોધખોળ ચાલતી હતી.

વડનગર તાલુકાના સુલીપુર ગામના 26 વર્ષીય રાયસંગજી ઠાકોરે અભ્યાસ પૂરો કર્યા પછી લશ્કરમાં ફોર્મ ભર્યુ હતુ. રાયસંગજીની 2017માં લશ્કરમાં પસંદગી થઈ હતી. રાયસંગજીનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું. જમ્મુમાં ફરજ બજાવ્યા પછી તેમનું સિક્કિમમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ સિક્કિમમાં યુનિટ-517 બટાલિયન એએસસીમાં ફરજ બજાવતા હતા.

રાયસંગજી ઠાકોર રજાઓમાં પોતાના કુટુંબને મળવા આવવાના હતા. પહેલી એપ્રિલના રોજ સવારના સાડા આઠ વાગ્યે આ જવાનની તેમની પત્ની સાથે વાતચીત થઈ હતી. તેના પછી 9 વાગ્યા બાદ તેમનો ફોન નહી લાગતા કુટુંબીજનોના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાઈ હતી. સવારના સાડા દસની આસપાસ બંગાળના સિલિગુડી જિલ્લાથી સિક્કિમના ગંગટોક આર્મીની ટ્રકમાં રાયસંગજી ઠાકોર જઈ રહ્યા હતા તે ટ્રક નદીમાં ખાબકી હતી.

Mehsana Army Javan Missing મહેસાણાના આર્મી જવાનનો પાંચ દિવસ પછી મૃતદેહ મળ્યોઃ તિસ્તા નદીમાં આર્મી ટ્રક પલ્ટી હતી

તિસ્તા નદીમાં ટ્રક ખાબક્યા પછી પહેલી એપ્રિલના રોજ સાંજે સાડા આઠ વાગે આર્મી ઓફિસરનો રાસયંગજીની પત્નાના નંબર પર ફોન આવ્યો હતો. તેમા કહેવામાં આવ્યું હતું કે તમારા પતિની ગાડીનો અકસ્માત થઈ ગયો છે. હાલ તિસ્તા નદીમાં ડૂબી ગયેલા રાયસંગજી ઠાકોરની શોધખોળ કરવામાં આવી રહી છે. આર્મી જવાન રાયસંગજી સાથે બનેલી આ દુર્ઘટનાના સમાચાર આવતા જ કુટુંબીજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ અંગે જાણ થતા કુટુંબીજનો તતા સગાસંબંધીઓ પણ પરિવારને મળવા અને આશ્વાસન આપવા આવ્યા હતા.

લશ્કરના જવાનના ગુમ થયા પછી કુટુંબે અન્નજળનો ત્યાગ કર્યો હતો. પાંચ દિવસની શોધ પછી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ફક્ત આઠ માસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. લશ્કરનો જવાન મૃત હાલતમાં મળી આવતા કુટુંબમાં કલ્પાંત મચ્યું છે.

 

આ પણ વાંચોઃ USA-China-Arunachal/ ચીનના આ પગલાંથી અમેરિકા નારાજ, ભારતને આપ્યો સાથ

આ પણ વાંચોઃ Coronavirus In India/ સાવચેત રહો! ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આજે સામે આવ્યા 4,435 સંક્રમિત દર્દીઓ

આ પણ વાંચોઃ અંબાણી-ફોર્બ્સ યાદી/ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન અને ફોર્બ્સની યાદીમાં નવમાં ક્રમે