Not Set/ યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યુ હતું કે…

વડોદરા યુવતી સાથે ગેંગરેપ અને આપઘાત કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવતા જાય છે. હાલમાં વડોદરા ગેંગ રેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. યુવતીએ ટ્રેનમાંથી સંજીવ નામના વ્યક્તિને મેસેજ કર્યો હતો

Gujarat Others
varun priyanka 2 યુવતીએ સંસ્થાના ટ્રસ્ટીને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યુ હતું કે...

વડોદરા યુવતી સાથે ગેંગરેપ અને આપઘાત કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવતા જાય છે. હાલમાં વડોદરા ગેંગ રેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. યુવતીએ ટ્રેનમાંથી સંજીવ નામના વ્યક્તિને મેસેજ કર્યો હતો. અને લખ્યું હતું કે, મારૂં કિડનેપ થયું છે મને મારી નાખશે તેવો મેસેજ આ યુવતીએ સંજીવ નામની વ્યક્તિ ને કર્યો હતો. આ મેસેજ નો સ્ક્રીનશોર્ટ સામે આવ્યો છે.

જો કે ચાલી રહેલી તપાસમાં ઘટસ્ફોટ થયો છે. કે યુવતી એ જે વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો એ સંજીવ બીજું કોઈ નહીં પરંતુ સંસ્થાનો ટ્રસ્ટી છી. સંસ્થા દ્વારા હજુ સુધી યુવતીની માતા સાથે કોઈ વાતચીત કરી નથી. આ સંસ્થાને યુવતી પોતાના માતાપિતા માનતી હતી. પરંતુ સંસ્થાએ તેણીને અણીના સમયે સાથ ન આપ્યો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પીડિત યુવતીના વ્હોટ્સઅપ મેસેજનો સ્ક્રિનશૉટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીએ રાત્રે 11:30 કલાકની આસપાસ ‘ગુજરાત ક્વિન’ ટ્રેનના વૉશરૂમમાંથી વ્હોટ્સઅપ સંજીવ નામની વ્યક્તિને મેસેજ લખ્યો હતો.

અત્રે નોધનીય છે કે, વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે સવારના સમયે “ગુજરાત ક્વિન” ટ્રેનમાઠી સાફસફાઇ દરમિયાન ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ નવસારીમાં રહેતા યુવતીના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.  જો કે પ્રથમ નજરે સ્ત્મ્હત્ય લગતા આ કેસમાં પોલીસને તપાસ દરમિયાન યુવતી પાસેથી ડાયરી મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ધનતેરસના દિવસ પહેલા વડોદરામાં બે રિક્ષા ચાલકોએ તેનું અપહરણ કર્યું હતુ અને પછી વૅક્સિન ગ્રાઉન્ડ ખાતે લઈ જઈને તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

ડાયરીમાં જણાવ્યા મુજબ, એક બસ ચાલકે તેની મદદ કરી હતી. બીજી તરફ પીડિત યુવતી આખી રાત દર્દથી કણસતી રહી. તેના મનમાં અનેક સવાલો ચાલી રહ્યા હતા, જેનો જવાબ ખુદ પીડિતા પાસે પણ નહતો.

આ સિવાય નરાધમ હવસખોરો દ્વારા યુવતીના ગુપ્તાંગ પર ચાકુ મારવાથી ઈજા પહોંચી છે અને તેના શરીરના અન્ય ભાગોમાં પણ દુ:ખતું હોવાની વાત યુવતીએ લખી છે. જે બાદ પોલીસની ટીમ જેમ-જેમ તપાસ કરી રહી છે, તેમ-તેમ યુવતીના મૃત્યુનું રહસ્ય વધારે ઘેરાતુ જાય છે.

National / લોકસભા સાંસદ વરુણ ગાંધી છોડશે ભાજપનો સાથ ? આ પાર્ટીમાં જોડાઈ શકે છે ?

મહાઆફત / ઓસ્ટ્રિયામાં કોરોનાની ચોથી લહેર, 10 દિવસનું જાહેર કરાયું લોકડાઉન

વોકલ ફોર લોકલ / નાગલીમાંથી બનતા બિસ્કિટની વધી ડિમાન્ડ, આદિવાસ મહિલાઓની મહેનત લાવી રંગ