રોડ અકસ્માત/ સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત : CCTV ફૂટેજ સામે આવ્યા

સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત નીપજ્યું હોવાના CCTV સામે આવ્યા છે. જોકે, અકસ્માત પહેલાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રોનો કોઈ સાથે ઝગડો થયો હોવાની ઘટનાએ પોલીસને

Gujarat Surat
surat accident 1 સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત : CCTV ફૂટેજ સામે આવ્યા

સંજય મહંત ,સુરત @મંતવ્ય ન્યૂઝ

સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત નીપજ્યું હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જોકે, અકસ્માત પહેલાં મૃતક હિતેશ રાય અને તેના મિત્રોનો કોઈ સાથે ઝગડો થયો હોવાની ઘટનાએ પોલીસને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આ ઘટના સમયે સાથે રહેનાર મિત્રોની પોલીસ શોધખોળ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

surat accident 2 સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત : CCTV ફૂટેજ સામે આવ્યા
મૃતક (હિતેશના પિતા) એ જણાવ્યું હતું કે હિતેશ ત્રણ મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો. BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હિતેશ ભેસ્તાન સિદ્ધાર્થનગરથી ઘરે કંઈ પણ જાણ કર્યા વગર મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ વેસુમાં અકસ્માત થયો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું. ઇજાગ્રસ્ત હિતેશને એના મિત્રો સિવિલમાં લઈ આવ્યા હતા.

surat accident 5 1 સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત : CCTV ફૂટેજ સામે આવ્યા

સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે સારવાર માટે લવાયેલા હિતેશના મિત્રોએ વેસુમાં ઝગડો થયા બાદ બાઇક પર ત્રણ સવાર થઈ હિતેશ મિત્રો સાથે નીકળ્યો હતો. ત્યારબાદ મારવિલા કોમ્પ્લેક્ષ નજીક રોડ ક્રોસ કરતા એક અજાણી બાઈકના સવારે તેને અડફેટે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

surat accident 3 સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત : CCTV ફૂટેજ સામે આવ્યા

વધુમાં જાણવા મળ્યું હતું કે પોસ્ટ મોર્ટમ કરાવવા આવેલી પોલીસ પાસે હિતેશને સિવિલ લાવનાર કોઈ પણ મિત્રોના નિવેદન કે ઓળખ પત્ર નથી. મિત્રોની પૂછપરછ થાય અને તેમના નિવેદન લેવાય પછી હિતેશના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ લોકલ કરવું કે ફોરેન્સ્ટિકમાં કરાવવું તે નિર્ણય લેવાશે. ત્યારબાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાય છે.

majboor str 17 સુરત વેસુમા રોડ ક્રોસ કરતા બાઈકે અડફેટે લેતા મોત : CCTV ફૂટેજ સામે આવ્યા