@બલદેવભાઈ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી
મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલના પાણા પડતા બાળકીને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ આજ સવારના સુમારે મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક બની રહેલ ઓવરબ્રીજની કામગીરી ધીમીગતિએ ચાલી રહી છે જેને કારણે અનેકવાર અક્સમાતના બનાવો બનતા રહે છે ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલનાં પાણા પડતા એક બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.તો મૃતક બાળકીનું નામ લક્ષ્મી રમેશભાઈ હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.
હાલ ટંકારા પોલીસે દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી છે.ઓવરબ્રિજનની કાચબા ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે અનેક અકસ્માતો બની રહ્યા છે પરતું તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને આંખ આડા કાન કરીને કાચબા ગતીની કામગીરી નિહાળ્યા કરે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
