Not Set/ રાજકોટમાં લગ્નના દાંડિયારાસમાં વારરાજાનું માતાનું મોત, મંગળ ઘડી ફેરવાઇ અમંગળમાં

આ અંગે વરરાજાને અજાણ રાખી એકતરફ લગ્નની વિધિ કરવામાં આવી હતી. જ્યારે બીજીતરફ અમુક સ્વજનો લતાબેનનાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ પહોંચ્યા હતા.

Gujarat Rajkot
દાંડિયારાસમાં

આ દુનિયામાં ક્યારે શું થાય તેના વિશે કોઈ જ કશું કહી શકતા નથી. કુદરત ક્યારેક માનવીની ખૂબ આકરી કસોટી કરે છે. ઈશ્વરની આવી જ કસોટીની કરુણ ઘટના રાજકોટથી સામે આવી છે. જેમાં પુત્રનાં દાંડિયારાસમાં જ શ્વાસ ચડતાં માતાનું મોત નિપજ્યું હતું. એક બાજુ પુત્રના લગ્ન હતા અને માતાની ચીર વિદાય થઈ હતી.

આ પણ વાંચો :રાજકોટમાં બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

આ અંગે મળતી માહિતી અનુસાર,મૂળ અમદાવાદનો એક પરિવાર પુત્રનાં લગ્ન માટે હસનવાડી ખાતે આવ્યો હતો. સાપરિયા પરિવારનાં પુત્ર દીપકનાં લગ્ન હતા. જેને લઈને લગ્નના એક દિવસ પહેલા દાંડિયારાસનું આયોજન કરાયું હતું. જો કે આ દરમિયાન અચાનક શ્વાસ ચડતા દિપકનાં માતા લતાબેનને તરત જ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર કારગર નહીં નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. એકતરફ દિપકનાં લગ્ન અને બીજીતરફ માતાનું મોત થતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. જો કે સૌએ હિંમતભેર આવી પડેલા દુ:ખનો સામનો કર્યો હતો.

આ અંગે વરરાજાને અજાણ રાખી એકતરફ લગ્નની વિધિ કરવામાં આવી હતી. જ્યારે બીજીતરફ અમુક સ્વજનો લતાબેનનાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ પહોંચ્યા હતા. અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતકની અંતિમવિધિ આટોપી હતી.

આ પણ વાંચો : કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે…

આ અંગે ભક્તિનગર પોલીસ મથકના ASI એન.જી.ભદ્રેચા અને મયુરભાઈ ઠાકરે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં મૃત્યુ પામનાર મહિલાને એક દીકરી પણ છે અને જે રાજકોટમાં જ સાસરે હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવથી સાપરિયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ભક્તિનગર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ, રાજકોટમાં જે પરિવાર પંદર દિવસથી લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતો, તેની ખુશી ઘડીમા જતી રહી હતી. સ્વજનોએ પણ વિલાયેલા મોઢે દિપકના લગ્નમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો :જુહાપુરામાં કાતીલ હસીનાની પતિને ધમકી, આજે કાગળો સળગાવ્યા છે, હવે તને પણ…

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમ બરખાસ્ત કરતી પ્રદેશ ટીમ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર સહિત 3 પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું રૂ. 35.62 કરોડનું બિલ બાકી , વિજ જોડાણ કાપવાની નોટીસ ફટકારાતા