National News/ મૃત્યુદંડની સજા, ‘યુપીની શહેઝાદી ખાનને દુબઈમાં ફાંસી અપાઈ’, સરકારે હાઇકોર્ટમાં આપી માહિતી

દિલ્હી હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારે માહિતી આપી કે શહજાદી ખાનને દુબઈ(UAE)માં ફાંસી આપવામાં આવી છે અને તેના અંતિમ સંસ્કાર 5 માર્ચે કરવામાં આવશે.

Top Stories India

New Delhi : દુબઈ (UAE)માં ઉત્તર પ્રદેશની મહિલા શહજાદી ખાનની મૃત્યુદંડની સજા આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ખુદ વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. વિદેશ મંત્રાલયે કોર્ટને જણાવ્યું કે શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં કહ્યું કે હવે યુપી(UP)ના શહજાદી ખાનના અંતિમ સંસ્કાર 5 માર્ચે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શહજાદી ખાન અબુધાબીમાં 4 મહિનાના બાળકની કથિત હત્યાના કેસમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહી હતી.

વિદેશ મંત્રાલયે માહિતી આપી

દિલ્હી હાઈકોર્ટમાં જવાબ આપતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે દુબઈ (UAE)માં ભારતીય દૂતાવાસને 28 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી કે, શહજાદી ખાનને મૃત્યુદંડની સજા દુબઈ (UAE)ના કાયદા અને નિયમો અનુસાર આપવામાં આવી છે. આના પર જસ્ટિસ સચિન દત્તાએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. ASG જનરલ ચેતન શર્માએ કોર્ટને જણાવ્યું કે હવે આ મામલો સમાપ્ત થઈ ગયો છે. શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી હતી; તેની દફનવિધિ ૫ માર્ચે થશે.

પિતાએ જવાબ માંગ્યો

તમને જણાવી દઈએ કે 33 વર્ષીય શહજાદી ખાનના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની પુત્રીની સ્થિતિ વિશે માહિતી માંગી હતી. તેમણે કહ્યું કે તેમને કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી અને વિદેશ મંત્રાલય તરફથી પણ કોઈ નક્કર જવાબ મળી રહ્યો નથી. આ પછી કોર્ટે વિદેશ મંત્રાલયને નોટિસ જારી કરીને સમન્સ પાઠવ્યું હતું.

કયા કેસમાં શહજાદી ખાનને કેદ કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરી 2023 ના રોજ દુબઈ અબુધાબી પોલીસે શહજાદી ખાનને જેલમાં ધકેલી દીધી હતી અને 31 જુલાઈ 2023 ના રોજ તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. શહજાદી ખાન અલ વાથબાને કેદ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ શહેઝાદીએ જેલમાંથી ફોન કરીને કહ્યું હતું કે, તેને 1-2 દિવસમાં ફાંસી આપવામાં આવી શકે છે અને આ તેનો છેલ્લો ફોન હોઈ શકે છે. આ પછી પરિવારને શહજાદી ખાન વિશે કોઈ માહિતી મળી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બિલાડીના મૃતદેહ સાથે મહિલા 3 દિવસ સુધી રહી, અંતે ફાંસી લગાવીને કર્યો આપઘાત

આ પણ વાંચો: પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ફાંસી લગાવી,પતિ IT મેનેજર હતો, વીડિયો વાયરલ

આ પણ વાંચો: કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદના પુત્રની આત્મહત્યા, પટનામાં MLC આવાસમાં ફાંસીથી લટકતી લાશ મળી