Gujarat Weather/ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીમાં થયો વધારો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ઠંડીનું (Cold) પ્રમાણ વધી રહ્યું છે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી.

Top Stories Gujarat Breaking News
Cold

Gujarat Weather:ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો (Cold) પારો નીચે આવી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ સિસ્ટમને લીધે ડિસેમ્બરના મધ્ય ભાગમાં સામાન્ય કરતાં ઓછી કડકડતી ઠંડી પડી હતી, પરંતુ હવે ફરીથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની અપેક્ષા છે.

ગુજરાતમાં ઠંડીનો (Cold) ચમકારો

Cold

મધ્ય ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં ઠંડીની (Cold) અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે, આગામી દિવસોમાં આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. તાપમાનમાં આ વધારાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે.

Cold

જોકે, ડિસેમ્બરના મધ્યમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી (Cold) પડતી હોય છે, પરંતુ વાતાવરણમાં (Atmosphere) સર્જાયેલી આ સિસ્ટમને કારણે લોકોને થોડા દિવસો માટે ઠંડીથી આંશિક રાહત મળી હતી. આ ફેરફાર પછી ફરીથી ઠંડી વધવાની શક્યતા પર હવામાન નિષ્ણાતોની નજર છે.હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનાથી ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગુજરાતવાસીઓ થઈ જાઓ સાવધાન! રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી

આ પણ વાંચોઃકાતિલ શિયાળો ફરી સક્રિય: પર્વતોની હિમવર્ષાથી મેદાનોમાં ઠંડીનો કહેર

આ પણ વાંચોઃગુજરાતમાં કાલથી વધશે ઠંડીનું જોર, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન ઘટશે