Sabarkantha News/ સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી યથાવત…

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના માર્ગો પર ફરી મોતની સવારીના વીડિયો ફોટા સામે આવ્યાં છે. જીલ્લાના માર્ગો પર જિલ્લા R.T.O વિભાગને ખુલ્લી ચેલેન્જ ફટકારી થોડાક વઘુ કમાવી લેવાની લાયમાં ખાનગી સટલીયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યા છે.

Top Stories Gujarat Breaking News

Sabarkantha News : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના માર્ગો પર ફરી મોતની સવારીના વીડિયો ફોટા સામે આવ્યાં છે. જીલ્લાના માર્ગો પર જિલ્લા R.T.O વિભાગને ખુલ્લી ચેલેન્જ ફટકારી થોડાક વઘુ કમાવી લેવાની લાયમાં ખાનગી સટલીયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યા છે. જીલ્લાના હિંમતનગર ઇડર, હિંમતનગર શામળાજી, ઈડર ભિલોડા, ઈડર ખેડબ્રહ્મા, તેમજ ખેડબ્રહ્મા અંબાજી હાઇવે રોડ પર મુસાફરોને ગાડીની છત તેમજ બોનેટ પર બેસાડી સટલિયા ચાલકો મોતની સવારી કરાવી રહ્યાં છે.

એક તરફ સાબરકાંઠા R.T.O વિભાગના અધિકારીઓ સરકારી કચેરીને પોતાની ખાનગી ઓફિસ સમજી એસી માં આરામ ફરમાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ તંત્રના આળસુ અધિકારી ઓને ખુલ્લો પડકાર આપી ખાનગી સટલિયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરી રહ્યા છે. ત્યારે ચાલકોને કાયદાનો પાઠ ભણાવતા અઘિકારીઓ ખાનગી સટલિયા ચાલકો સામે કાર્યવાહી કરવાની બદલે તેઓને છાવરી રહ્યાની રાવ ઉઠવા પામી છે.

જોકે ઉલ્લેખનીય છેકે સાબરકાંઠા જિલ્લા R.T.O વિભાગ કોઈ મોટુ અકસ્માત સર્જાય અને નિર્દોષ મુસાફરો તેનો ભોગ બને તેની રાહ જોઈ બેશ્યું હોઇ તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં ખાનગી સટલિયાઓ તેમજ ચાલકો સામે કુંભ કરણની નિદ્રામાં સૂતા આર.ટી.ઓ વિભાગ દ્વારા કેવી અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું…

જીલ્લામાં આર.ટી.ઓ વિભાગને ખુલ્લો પડકાર આપી ખાનગી સટલિયા ચાલકો મુસાફરોને મોતની સવારી કરાવી રહ્યાં છે. બસમાં જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે તેટલાજ મુસાફરો ખાનગી જીપ તેમજ ઇકોમાં મોતની સવારી કરી રહ્યા છે. એકતરફ R.T.O વિભાગ સુરક્ષા અને સલામતીની વાતો વરચે પોતાના સમય અનુસાર ડ્રાઇવ થકી નામશેષ કાર્યવાહી કરતું હોય છે જોકે છેલ્લાં કેટલાંક દિવસોથી મુસાફરોને મોતની સવારી કરાવી રહેલા ખાનગી સટલિયા ચાલકો આળસુ અધિકારી ઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જોકે આર.ટી.ઓ કચેરીમા એસી ઓફિસમાં આરામ ફરમાવતા અધિકારીઓ કાર્યવાહી કરવામાં લાપરવાહ રાખી રહ્યાં હોઇ તેમ સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી યથાવત જોવા મળી છે. ત્યારે આગામી સમયમાં સરકારી બાબુઓ દ્રારા ખાનગી સટલિયા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી તેઓને છાવરી તંત્રની આંખ નીચે મોતની મુસાફરી સામે ચુપ્પી સાધવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠા જિલ્લાના માર્ગો પર મોતની સવારી આર.ટી.ઓ વિભાગ કાર્યવાહી કરવામાં નિષ્ફળ

આ પણ વાંચો:સાબરકાંઠા અકસ્માતઃ ગાંભોઈ ભિલોડા હાઇવે પર બે બાઇક ટકરાતા બેનાં મોત અને એકને ઇજા

આ પણ વાંચો:સાબરકાંઠા વડાલીના ધરોદ પરના અકસ્માતમાં એકનું મોત