મારી નાખવાની ધમકી/ ચાર દિવસમાં જે કરવું હોય કરી લેજો …!!  CM  યોગી આદિત્યનાથે જાનથી મારી નાખવાની મળી  ધમકી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને યુપી 112 કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

Top Stories India
1

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને યુપી 112 કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર મેસેજ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.  મેસેજ આવતાની સાથે જ અધિકારીઓએ એલર્ટ જારી કર્યું છે.  કંટ્રોલરૂમ હેડ કવાર્ટર 112 ના ઓપરેશન કમાન્ડર અંજુલ કુમારના રીપોર્ટ અનુસાર  સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે. સર્વેલન્સ સહિતની અનેક પોલીસ ટીમોએ શંકાસ્પદ નંબરની શોધખોળ કરવાની સાથે તેનું લોકેશન શોધવાનું નક્કી કર્યું છે.

મળતી માહિતી મુજબ 29 મી એપ્રિલના રોજ મોડી સાંજે 7: 58 વાગ્યે યુપી પોલીસ કંટ્રોલ રૂમ 112 ના વોટ્સએપ નંબર પર અજાણ્યા નંબર પરથી સંદેશ આવ્યો હતો. સંદેશમાં સીએમ યોગીને પાંચમા દિવસે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનાર વ્યક્તિએ સંદેશમાં કહ્યું કે ચાર દિવસમાં મારું જે કઈ બગાડવું હોય બગાડી લો . પોલીસ કર્મચારીઓ દ્વારા સંદેશની માહિતી કંટ્રોલ રૂમના કમાન્ડર હેડક્વાર્ટર અંજુલ કુમારને આપવામાં આવી હતી. અંજુલ કુમારે ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું. આ પછી, એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે એડીસી સિક્યુરિટી હેડક્વાર્ટર સહિતની અન્ય માહિતી આપી હતી.

પોલીસ અધિકારીઓએ ઝડપી એલર્ટ જારી કર્યું હતું. આ પછી ધમકીભર્યા નંબરના આધારે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં ઓપરેશન કમાન્ડર કન્ટ્રોલ રૂમના કમાન્ડર અંજુલ કુમાર ની ફરિયાદના આધારે કેસ દાખલ કરાયો હતો. પોલીસ અધિકારીઓએ નંબરનું લોકેશન શોધી કાઢવા અને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવા માટે સર્વેલન્સ સહિતની અનેક પોલીસ ટીમો જોડી હતી. ટીમો આરોપીઓને શોધી  રહી છે.

અગાઉ પણ મળી ચુકી છે ધમકીઓ
આ પહેલીવાર નથી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બર, સપ્ટેમ્બર અને મેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યા છે.