Not Set/ દારૂ ના મળતા સેનેટાઇઝર પીતા 7 મજૂરોનાં મોત

દારૂની લતે 7 મજૂરોના પ્રાણ છીનવી લીધા

India
drink દારૂ ના મળતા સેનેટાઇઝર પીતા 7 મજૂરોનાં મોત

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં બે જુદી જુદી ઘટનાઓ બની છે. જેમાં સેનેટાઇઝર પીવાથી સાત મજૂરોના મોત નિપજ્યા હતા.આ ઘટના બાદ એ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ વકરતાં લોકડાઉન લગાવવામાં આવ્યું. જેના કારણે  વર્તમાન સમયમાં દારુની દુકાનો બંધ છે. જેથી દારૂની લત વાળા લોકો વલખા મારી રહ્યા છે. પહેલી ઘટના વાની શહેરના તેલી વિસ્તારની છે. જ્યાં દારૂ ના મળવાના કારણે બે લોકોએ સેનેટાઇઝર પી લીધું. ત્યારબાદ તે પોતાના ઘરે ગયા અને મોડી રાત્રે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, જયાં તેમનું મોત નિપજ્યું હતું.

જયારે બીજી ઘટના આયાતનગરની છે. જયાં અન્ય પાંચ લોકોના સેનેટાઇઝર પીવા ના કારણે મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોચી હતી અને તપાસ હાથ ધરતાં સમગ્ર માહિતી બહાર આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહોને પોસ્ટમાર્ટમ માટે મોકલી આવ્યાં છે અને તે મજૂરો હતા તેવી જાણકારી મળી આવી છે. દારૂની લતે 7 મજૂરોના પ્રાણ છીનવી લીધા.