Not Set/ દેશના ખેડૂતો પર ૧૭ લાખ કરોડનું અધધ દેવું, છતાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા યથાવત

રાજકારણીઓ વાતો કરે છે અને ખેડૂતો દેવા હેઠળ દબાતા જાય છે, દેવામાં તમિલનાડુ મોખરે, ગુજરાતના ખેડૂતો પર પણ ૯૦૬૯૫ કરોડનું દેવું

India Trending
appu 7 દેશના ખેડૂતો પર ૧૭ લાખ કરોડનું અધધ દેવું, છતાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા યથાવત

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

એકબાજુથી ખેડૂતોની આવક બમણી કરવાનું વચન વર્ષોથી અપાય છે. ૨૦૧૪ પહેલા પણ ખેડૂતોની આવક વધારવાની વાતો થતી હતી. ૨૦૧૪ બાદ જાેરશોરથી થાય છે. ૨૦૦૯માં કેન્દ્ર સરકારે જગતાતનું દેવું માફ કર્યું હતું પરંતુ ત્યારબાદ દેવું માફ થતું નથી. ખેડૂતોને ટેકાના ભાવો આપવા અંગે વાતો ખૂબ થાય છે. પરંતુ આ ટેકાના ભાવો જાહેર થયા બાદ ખેડૂતોનો કકળાટ શમતો નથી યથાવત રહે છે. આમા કોને દોષ દેવો ? કોને ન દેવો તે સમસ્યા રહે છે. કારણ કે હમણા વિવિધ ક્ષેત્રે ભાવો વધવાનો જે દોર શરૂ થયો છે તેમાં ખેડૂત પણ બાકાત નથી. સમાજનો કોઈ વર્ગ બાકાત નથી. ખાતર અને બિયારણના ભાવો ગમે તેટલા દાવા થતા હોય છતાં વધારે છે જ. તો બીજી બાજુ ડિઝલના વધતા ભાવ પણ ખેડૂતો માટે બોજ સમાન બનતા રહે છે. ટૂંકમાં ખેડૂતોને પાકનો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે કુદરતી આફત પરેશાન કરી નાખે છે. તાઉતે વાવાઝોડાએ ત્રણથી ચાર જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન કર્યુ છે તો થોડા સમય પહેલા આવેલા વરસાદથી રાજકોટ અને જામનગર જિલ્લાના કેટલાક ગામોમાં ઉભો પાક ધોવાઈ ગયો છે. હવે આ ગામના ખેડૂતો માટે નવેસરથી એકડો ઘૂંટવો પડે તેવી હાલત છે.

himmat thhakar 1 દેશના ખેડૂતો પર ૧૭ લાખ કરોડનું અધધ દેવું, છતાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા યથાવત

થોડા સમય પહેલા જે આંકડા જાહેર થયા છે તે પ્રમાણે માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશનો ખેડૂત દેવા હેઠળ ડૂબેલો છે. ભલે કદાચ બે-પાંચ કે દસ ટકા ખેડૂતોની હાલત સારી હોય તો તેનો અર્થ એવો તો હરગીઝ નથી કે સમાજના બધા વર્ગના ખેડૂતોની હાલત સારી હોય. તમામ રાજ્યોમાં વધતા ઓછા અંશે પાક નિષ્ફળ જવાના કારણે કે પછી અન્ય કોઈ આર્થિક કટોકટી કે નાણાભીડના કારણે ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડી હોય તેવા બનાવો આપણે અખબારોના પાના પર રોજ વાચીએ છીએ, અનુભવીએ છીએ, આ પણ વાસ્તવિકતા છે.

ખેડૂત
હવે તાજેતરમાં જે વિગતો જાહેર થઈ છે તે ખેડૂતો પરના દેવા અંગેની છે. તાજેતરમાં સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા જે વિગતો જાહેર થઈ છે તે પ્રમાણે દેશના ખેડૂતો પર હાલ ૧૬.૮ લાખ કરોડ રૂપિયાનું દેવુ છે. સંસદમાં ૩૧મી માર્ચ ૨૦૨૧ એટલે કે ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ સુધીના જે આંકડા જાહેર થયા છે તે પ્રમાણે દેશમાં તમિલનાડુના ખેડૂતો પર સૌથી વધુ એટલે કે ૧.૮૯ લાખ કરોડનું દેવું છે. જ્યારે આંધ્રપ્રદેશના ખેડૂતો પર ૧.૬૯ લાખ કરોડ અને સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના ખેડૂતો પર ૧.૫૫ લાખ કરોડનું દેવું છે. બાકીના રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતો ૧.૫૩ લાખ કરોડ, કર્ણાટકના ખેડૂતો પર ૧.૪૩ લાખ કરોડ જેટલી રકમનું જંગી દેવું છે. જ્યારે દેશના દીવ-દમણ, લક્ષદ્વિપ, સિક્કીમ, લડાખ અને મિઝોરમ જેવા નાના રાજ્યોના ખેડૂતો પરનું દેવું સાવ ઓછું છે. જાે કે તેની સામે પંજાબમાં ૫.૬૪ લાખ ખેડૂતોનું ૪૬૨૪ કરોડનું દેવું રાજ્ય સરકારે માફ કર્યું છે.

appu 4 દેશના ખેડૂતો પર ૧૭ લાખ કરોડનું અધધ દેવું, છતાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા યથાવત
૬ કરોડની વસતિ અને લગભગ ૬૦ ટકાથી વધુ સંખ્યામાં ખેડૂતો જ્યં વસે છે તેવો દાવો થાય છે અને આઝાદીના જંગને બળ આપતા ખેડા અને બારડોલી ખેડૂત સત્યાગ્રહો જ્યાં થયા છે તે ગુજરાતમાં ખેડૂતો પર ૯૦૬૯૫ કરોડ રૂપિયાનું દેવું છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે ખેડૂતોના દેવા માફ કરવાની વાત ખૂબ ચગી હતી. કોંગ્રેસે તો સત્તા પર આવતાની સાથે ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું. જાે કે કોંગ્રેસ સત્તા પર આવી નથી. ભાજપ ખેડૂતો માટે જાતજાતની યોજના લાવે છે. અમૂક ચીજાેમાં સબસીડી વધારે છે પરંતુ ખેડૂતોના દેવા કે વીજબીલ માફ કરવાની વાત તેના લિસ્ટમાં આવતી નથી.

ખેડૂત
સંસદમાં પ્રશ્નોત્તરીના સમય દરમિયાન કેટલાક સાંસદોએ એવો પ્રશ્ન પૂછ્યો કે શું ખેડૂતોના દેવા માફ કરવાની યોજના ચાલે છે ? તેના જવાબમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી ભાગવત કિશનરાવ કરાડેએ કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરવાની કોઈ યોજના હાલ નથી. ટૂંકમાં કેન્દ્ર સરકારે ખેડૂતોના દેવા માફ કરવાના મામલે હાથ અધ્ધર કરી દીધા છે. જાે કે ઘણીવાર આ બાબતો રાજ્ય સરકાર પણ છોડવામાં આવી છે. કેન્દ્ર સરકારના આવા વલણ બાદ રાજ્યશાસિત રાજ્યો તો કેન્દ્રની ઉપરવટ જઈ શકે તેવી સ્થિતિમાં નથી. જ્યારે કોંગ્રેસશાસિત રાજ્યો પૈકી કૃષિકાયદા બીલ સામેના કિસાન આંદોલનના એપી સેન્ટર સમા પંજાબમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. બાકીના કોંગ્રેસ કે તેની ભાગીદારીવાળા કોઈ રાજ્યોમાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી નથી.

appu 6 દેશના ખેડૂતો પર ૧૭ લાખ કરોડનું અધધ દેવું, છતાં ખેડૂતોની આવક બમણી કરવાના દાવા યથાવત
જ્યારે બીનભાજપ બીનકોંગ્રેસી રાજ્યો કહેવાય છે તે આંધ્ર, કેરળ, ઓરિસ્સા, તેલંગણા પણ આ દિશામાં અત્યાર સુધી આગળ વધ્યા નથી અને વિચારતા પણ નથી. દેશની દક્ષિણ દિશામાં છેવાડે આવેલા અને જ્યાં દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ બંને ત્યાંના મુખ્ય પ્રાદેશિક પક્ષની આંગળી પકડી ચાલવું પડે છે તે તમિલનાડુમાં ૨૦૦૭થી ૨૦૧૭ સુધી અન્ના ડીએમકેની સરકાર હતી. અન્ના ડીએમકે જ્યાં સુધી જયલલિતા મુખ્યમંત્રી હતાં ત્યાં સુધી લગભગ કોઈ સાથે નહોતો અથવા ઘણા કિસ્સામાં ભાજપ કોંગ્રેસનો ભાગીદાર પક્ષ બનતો હતો. છેલ્લે પલાનીસ્વામીના શાસનમાં અન્ના ડીએમકે ભાજપનો સાથીદાર હતો. જ્યારે ૨૦૨૧ની ચૂંટણીમાં દસ વર્ષ બાદ સત્તા પર આવેલો ડીએમકે ૨૦૦૯થી કોંગ્રેસનો સાથીદાર છે.

રાજકારણ / કોંગ્રેસને મોટો ઝટકો, મણિપુર કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા

ડીએમકે આગેવાનો કેન્દ્રમાં પ્રધાનપદ પણ ભોગવી ચૂક્યા છે. આ વખતે પણ કોંગ્રેસ ડીએમકેનો ટેકેદાર પક્ષ છે. ડીએમકે યુપીએનું એક ઘટક છે. છતાં ત્યાં પણ દેવામાફીનું વિચારાયું નથી હવે આજ તમિલનાડુમાં ૧,૬૪,૪૫૮,૬૪ ખેડૂતો પર ૧,૮૯,૬૨,૩૫૬ કરોડનું દેવું હોવાની વિગતો સંસદમાં જાહેર થઈ છે. હવે કેન્દ્ર સરકાર વિચારે કે ન વિચારે પણ તમિલનાડુની ડીએમકે સરકારે પોતાના ખેડૂતો પરનું દેવું સાવ માફ નહિ પરંતુ આ દેવું ઓછું કરાવવાની દિશામાં અવશ્ય વિચારવું પડે તેમ છે. આ પણ એક વાસ્તવિકતા છે. હકિકત છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી. ખેડૂતોના હિતની વાતો બધા પક્ષો કરે છે પણ પગલાં ભરવાના આવે ત્યારે પીછેહઠ કરે છે. ગુજરાતમાં ખેડૂતો માટે યોજનાઓ આવે છે. પાણી અને વીજળી આપવાના દાવાઓ પણ થાય છે પરંતુ વીજબીલમાં રાહત અપાતી નથી. કેનાલથી દૂર આવેલા ખેતરોને વીજબીલમાં રાહત અપાતી નથી કે ટ્રેકટરમાં વપરાતા ડિઝલમાં સબસીડી આપવાની વાતમાં ઢીલાશ કરાય છે. આ સંજાેગોમાં ખેડૂતો પરનું દેેવું ન વધે તો બીજુ શું થાય.

જમ્મુ કાશ્મીર / પથ્થરમારામાં શામેલ લોકો હવે નહીં જઈ શકે વિદેશ, સરકારી નોકરીઓ પણ નહીં મળે

રાજકારણ / હમ દો હમારે દો ની સરકારને હેપી ફ્રેન્ડશિપ ડેઃ રાહુલ ગાંધી