Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરનાના નવા સંક્રમણના 21 કેસ નોધાયા છે,અને રાજ્યમાં કુલ કેસ 8,26,397 છે.જ્યારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી .

Top Stories Gujarat
11112222 1 રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે જે સારી વાત છે હવે કોરોનાની રફતાર મંદ પડી ગઇ છે. કોરનાના નવા સંક્રમણના કેસ ગુજરાતમાં તળીયે જોવા મળે છે,હાલ રાજ્યમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં હોવાથી સરકારે ગાઇડલાઇન સાથે અનેક છૂટછાટ આપી છે. રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના કેસ 21 નોંધાયા છે,કોરોનાથી એક મોત છેલ્લા 24 કલાકમાં થઇ નથી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરનાના નવા સંક્રમણના 21 કેસ નોધાયા છે,અને રાજ્યમાં કુલ કેસ 8,26,397 છે.જ્યારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી .કોરોનાને માત આપીને સાજા થનારાઓના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ,રાજ્યમાં કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 35 છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,577 છે ,અને કોરોનાથી એક્ટિવ કેસની સંખ્યા 220 છે.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે હવે રાજ્ય સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે, હવે કોરોનાની રસી માટે અનેક સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે લોકોને ઘરે પહોચીને વેક્સિન આપવાની યોજના અમલી બનાવી છે હાલ ભારતમાં કુલ 110 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. કોરોનાને માત આપવા માટે મહા નગર પાલિકાએ પણ અનેક યોજનાઓ કાર્યરત કરી છે. અમદાવાદમાં ડોઝના લીધો હોય તો જ તેમને બીઆરટીએસ અને એમટીએસમાં મુસાફરી કરી શકશે. હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ તળીયે જોવા મળી છે.